1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18253
ત્યજીશ વાસ્તવિકતા જીવનમાં, તું ક્યાંયનો ના રહીશ
ત્યજીશ વાસ્તવિકતા જીવનમાં, તું ક્યાંયનો ના રહીશ
આળશની સેજ બિછાવી, કલ્પનાઓમાં વિહરતો રહીશ
દ્વાર સમજના બંધ રાખીશ નાસમજમાં ડૂબતો રહીશ
તરછોડી પ્રેમને જીવનમાં, વેરને જો અપનાવતો રહીશ
સુખદુઃખ છે સર્જન તારા મનનું, જો ના એ તું સમજીશ
વિશ્વાસ વિનાનું દિલ રાખી, અદબવાળીને બેઠો રહીશ
નજરમાં તો તારી, ઈર્ષ્યાને ક્રોધને વસાવતો રહીશ
ભૂલોને જીવનમાં જો ના સુધારીશ, ભૂલો ને ભૂલો કરતો રહીશ
અંધારે રહ્યો છે અટવાતો, પરમ તેજને જો ઠૂકરાવીશ
સુખદુઃખને પચાવવામાં, જીવનમાં ગાફીલ જો રહીશ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ત્યજીશ વાસ્તવિકતા જીવનમાં, તું ક્યાંયનો ના રહીશ
આળશની સેજ બિછાવી, કલ્પનાઓમાં વિહરતો રહીશ
દ્વાર સમજના બંધ રાખીશ નાસમજમાં ડૂબતો રહીશ
તરછોડી પ્રેમને જીવનમાં, વેરને જો અપનાવતો રહીશ
સુખદુઃખ છે સર્જન તારા મનનું, જો ના એ તું સમજીશ
વિશ્વાસ વિનાનું દિલ રાખી, અદબવાળીને બેઠો રહીશ
નજરમાં તો તારી, ઈર્ષ્યાને ક્રોધને વસાવતો રહીશ
ભૂલોને જીવનમાં જો ના સુધારીશ, ભૂલો ને ભૂલો કરતો રહીશ
અંધારે રહ્યો છે અટવાતો, પરમ તેજને જો ઠૂકરાવીશ
સુખદુઃખને પચાવવામાં, જીવનમાં ગાફીલ જો રહીશ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tyajīśa vāstavikatā jīvanamāṁ, tuṁ kyāṁyanō nā rahīśa
ālaśanī sēja bichāvī, kalpanāōmāṁ viharatō rahīśa
dvāra samajanā baṁdha rākhīśa nāsamajamāṁ ḍūbatō rahīśa
tarachōḍī prēmanē jīvanamāṁ, vēranē jō apanāvatō rahīśa
sukhaduḥkha chē sarjana tārā mananuṁ, jō nā ē tuṁ samajīśa
viśvāsa vinānuṁ dila rākhī, adabavālīnē bēṭhō rahīśa
najaramāṁ tō tārī, īrṣyānē krōdhanē vasāvatō rahīśa
bhūlōnē jīvanamāṁ jō nā sudhārīśa, bhūlō nē bhūlō karatō rahīśa
aṁdhārē rahyō chē aṭavātō, parama tējanē jō ṭhūkarāvīśa
sukhaduḥkhanē pacāvavāmāṁ, jīvanamāṁ gāphīla jō rahīśa
|
|