|
View Original |
|
જ્યાં જાશો ત્યાં જગ અજાણ્યું નથી લાગવાનું
એ જ પવન એ જ પાણી એજ તેજ છે બધે પથરાયેલું
એ જ આકાશ, એ જ વાદળીની છાંય, એજ તારાને ચંદ્રનું તેજ મળવાનું
ભલે માનવીઓ હશે જુદા, એજ વૃત્તિઓનું દર્શન મળવાનું
એ જ આવકાર, એવા જ પ્રતિકારનું દર્શન તો થવાનું
એવા જ રાજદ્વેષથી ભરેલાં હૈયાનું દર્શન તો થવાનું
સુંદરતાની વિવિધતાનું સામ્ય ત્યાં પણ મળવાનું
હશે હૈયું જેવું અહીં એવું એ ત્યાં પણ રહેવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)