|
View Original |
|
શરારતભર્યા દિલની ધરતી પર ડાઘ લાગ્યો છે શાનો
મહોબ્બતના એ ચાંદ પર પડયો કયા વાદળનો પડછાયો
કયા શેતાને કરામત કરી સાફ ધરતી પર ડાઘ લગાડયો
એ શાંત દિલની ધરતીમાં શાની ઉત્તેજના એ લાવ્યો
એ ઉમ્મીદભર્યા એ દિલ ઉપર આઘાત આજ કોણે માર્યો
એની સુખચેનભરી નીંદર આજ કોણ હરામ કરી ગયો
શાંત રહેતા એના એ દિલને આજ કોણ ડહોળી ગયો
ધીરગંભીર રહેતા એવા એ દિલમાં કોણ ઉત્પાત મચાવી ગયો
કરી કરી આઘાત એવા કોણ એને લોહીતરબોળ કરી ગયો
મહોબ્બતભર્યા એ કોમળ દિલને આજ કોણ ઘ્રુજાવી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)