|
View Original |
|
રડમસ એના ચહેરા ઉપર આજ હાસ્યની સુરખી ખીલી
નવાઈની વાત આજ બની અમાસની રાતે ચાંદની ખીલી
દુઃખના એ સાગરમાં, સુખની રે ભરતી ક્યાંથી રે આવી
વેરથી ભરેલા એના હૈયામાં, પ્રેમની સરવાણી ક્યાંથી ફૂટી
દુઃખદર્દની દવા તો ના મળી, પ્રેમની ભરતી હૈયે તોય ઊછળી
નજર હતી સદા જેની કતરાતી, મહોબ્બતભરી નજર એમાં મળી
કંજૂસાઈ હાડોહાડ હતી ભરી, દાનની રેખા તો એમાં ફૂટી
આંખના કણાની જેમ હતી જે ખૂંચતી, મહોબ્બત વરસાવી રહી
ફાટફૂટની તરાડમાં જે હતી ડૂબી, આજ એમાં સ્નેહની ભરતી મળી
હતો પ્રભુ હાડોહાડ દુશ્મન જેનો, આજ નજરમાં એની નમ્રતા મળી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)