|
View Original |
|
અવિશ્વાસભર્યું હૈયું ને અહં તો ભારોભાર
થવાનું એ તો થયું, એ તો એમ જ થવાનું હતું
વેરભર્યું હતું હૈયું, હતી નજરમાં ઈર્ષ્યાની જ્વાળા
લોભે હતું ભરેલું હૈયું, હતી લાલચ ભારોભાર
હતું ઉતાવળું હૈયું ને ક્રોધ તો ભારોભાર
અસંતોષ ભરેલું હૈયું, કર્મોની છડી નાવનો નહીં પાર
ઉમંગ ભરેલું હૈયું, હોય શક્તિ ભરી અપાર
નિરાશા ભરેલું હૈયું, ઇચ્છાઓનો તો નહીં પાર
ચડવાં હતાં શિખરો જીવનનાં, યત્નોના અભાવ
મેળવવી હતી જીત જીવનમાં, હિંમતનો અભાવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)