|
View Original |
|
હું હું નાં કિરણો આથમ્યાં નથી જ્યાં દિલમાં
આનંદની સોનેરી સંધ્યા ખીલશે ક્યાંથી જીવનમાં
ઘૂમી રહી છે નજરો જ્યાં લોભ લાલચનાં વર્તુળોમાં
મરી ગઈ બધી તમન્ના દિલમાં, ડૂબ્યું જીવન નિરાશામાં
વૃત્તિઓ નચાવે ઘણા નાચ જ્યાં તો અમને જીવનમાં
એકાગ્રતાને કેમ કરીને પમાય આ જીવનમાં
નજરેનજરે બદલે નજારા જ્યાં તો પલ પલમાં
કેમ કરીને સાધવું લક્ષ, જીવનનું તો જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)