|
View Original |
|
મથી જીવનભર કરી ના શક્યા એ એકને પોતાના
જીવનમાં બીજી બધી મહેનત ફોગટ છે
એવું એ કોણ જે ના વેચાય છે, જેને ના ખરીદી શકાય છે
સમજીસમજીને બધું, ના સમજ્યા આટલું તો બધું ફોગટ છે
દુઃખદર્દથી આપી શકે મુક્તિ એવી એક એની ચોકઠ છે
તોય ના પહોંચ્યા જો એને દ્વારે તો બધું ફોગટ છે
પલછીન પાછળ રહ્યા પાગલ, સમયની સાર્થકતા ના સમજે છે
ના સોંપી ખુદને જો એને પુરું તો બધું ફોગટ છે
હીરા માણેક રત્નોથી ના દર્દનો વેપલો થાય છે
જાણીને બધું ના જણાય એ તત્ત્વને તો બધું ફોગટ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)