|
View Original |
|
છે સંસાર એ તો જગમાં પત્તાંના મહેલ જેવો
ઝીલી રહ્યા ટકી રહ્યા છે તોફાનોમાં એકબીજાના આધારે
છે એકબીજાથી સહુ સ્વતંત્ર, જીવી રહ્યા છે એકબીજાના આધારે
વાય પવન સુસવાટા, રહ્યા છો ઊભા એકમેકના સહારે
તૂટયો જ્યાં એક એમાં, તૂટશે રહ્યા હશે એમાં એના આધારે
છે સ્વભાવો જુદા જુદા જીવી રહ્યા છે તોય એકબીજાના આધારે
કરે એકબીજા સ્વપ્નાં સાકાર, એકબીજાના સહારે
એક બન્યું નબળું, મહેલ બન્યો નબળો, ટકશે એકબીજાના આધારે
આવા પત્તાંના મહેલો જીવી રહ્યા છે, જગમાં એકબીજાના સહારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)