Hymn No. 9174
મારા પ્રેમને જો પાંખો મળી જાય, ઊડવા પ્રભુ તારું ગગન મળી જાય
mārā prēmanē jō pāṁkhō malī jāya, ūḍavā prabhu tāruṁ gagana malī jāya
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18661
મારા પ્રેમને જો પાંખો મળી જાય, ઊડવા પ્રભુ તારું ગગન મળી જાય
મારા પ્રેમને જો પાંખો મળી જાય, ઊડવા પ્રભુ તારું ગગન મળી જાય
મારા પ્રેમની ગંગાની ધારાને ઝીલવા, પ્રભુ તારી જો જટા મળી જાય
જીવનમાં જો આવું ને આવું થાય તો, સોનામાં સુગંધ ભળી જાય
ફેરવું નજર જીવનમાં જ્યાં જ્યાં, આંખો તારી એમાં હસતી દેખાય
દુઃખદર્દમાં જો દુઃખ ના વરતાય, આનંદ એમાં પણ મળતો જાય
આવકારીએ જીવનમાં સહુને હેતથી, દોષદૃષ્ટિ દૃષ્ટિમાંથી નાબૂદ થાય
હતાશા ને નિરાશામાં પણ જીવનમાં, આશાનું પુષ્પ જો ખીલી જાય
સહનશીલતા હૈયામાં જો એવી સ્થપાય માડી, ફરિયાદ તને જો ના કરાય
રડીએ ના ક્યારેય જીવનમાં, રૂદનનાં આંસુ જો હાસ્યમાં પલટાઈ જાય
જીવનમાં જો તારી ને મારી એકતા સ્થપાય જ્યાં એક બની જવાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
mārā prēmanē jō pāṁkhō malī jāya, ūḍavā prabhu tāruṁ gagana malī jāya
mārā prēmanī gaṁgānī dhārānē jhīlavā, prabhu tārī jō jaṭā malī jāya
jīvanamāṁ jō āvuṁ nē āvuṁ thāya tō, sōnāmāṁ sugaṁdha bhalī jāya
phēravuṁ najara jīvanamāṁ jyāṁ jyāṁ, āṁkhō tārī ēmāṁ hasatī dēkhāya
duḥkhadardamāṁ jō duḥkha nā varatāya, ānaṁda ēmāṁ paṇa malatō jāya
āvakārīē jīvanamāṁ sahunē hētathī, dōṣadr̥ṣṭi dr̥ṣṭimāṁthī nābūda thāya
hatāśā nē nirāśāmāṁ paṇa jīvanamāṁ, āśānuṁ puṣpa jō khīlī jāya
sahanaśīlatā haiyāmāṁ jō ēvī sthapāya māḍī, phariyāda tanē jō nā karāya
raḍīē nā kyārēya jīvanamāṁ, rūdananāṁ āṁsu jō hāsyamāṁ palaṭāī jāya
jīvanamāṁ jō tārī nē mārī ēkatā sthapāya jyāṁ ēka banī javāya
|
|