|
View Original |
|
તારા જેવો બીજો કોઈ મારે નાથ નથી
મળી જાય જીવનમાં જો તું, તો મારે કોઈ ફરિયાદ નથી
તારા જેવો બીજો તો કોઈ સાથી નથી
બની જાય મારા જીવનનો તું સારથિ, તો મારે કોઈ ફરિયાદ નથી
તું છે તો છે બધું ને બધું રે પાસે મારી
બની જાય તું મારો ને હું તારો, તો મારે કોઈ ફરિયાદ નથી
તારા જેવો બીજો કોઈ મારે દાતા નથી
દઈને લઈ લે દાન દિલડાંનાં તો મારે કોઈ ફરિયાદ નથી
તારા જેવો બીજો કોઈ પ્રેમાવતાર નથી
સમાઈ જાઉં તારામાં તો મારે કોઈ ફરિયાદ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)