|
View Original |
|
અમારી ઇબાદતમાં દઈ દે તું બધું, બનીને ત્યારે કુબેર ભંડારી
કરીએ ઇબાદત તો સાચી છે એ જ પ્રાર્થના તો અમારી
પહોંચે અમારા ભાવો તારા સુધી, કરીએ અમે એ તૈયારી
નગુણા ભલે રહ્યા અમે, પણ ઇબાદત તારી લાગે ખૂબ પ્યારી
તલબગાર છીએ તારા ને તારા, ચાહીએ મીઠી નજર તારી
ઇચ્છાઓની વણઝારથી છૂટવાને કરી રહ્યા તૈયારી
અનેક કોશિશોમાં ના પામીએ જે, મળી જાય એ ઇબાદતમાં તારી
ઇબાદત તારી ને તારી બની જાય, બસ એ આદત અમારી
ઓ ભંડારી ના રહે ખાલી કદી, તારા વિના જીવનની ક્યારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)