Hymn No. 9285
નજરનો દોર લંબાશે ક્યાં સુધી, ઇચ્છાઓ બાંધી રાખશે એને ત્યાં સુધી
najaranō dōra laṁbāśē kyāṁ sudhī, icchāō bāṁdhī rākhaśē ēnē tyāṁ sudhī
1900-01-01
1900-01-01
1900-01-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=18772
નજરનો દોર લંબાશે ક્યાં સુધી, ઇચ્છાઓ બાંધી રાખશે એને ત્યાં સુધી
નજરનો દોર લંબાશે ક્યાં સુધી, ઇચ્છાઓ બાંધી રાખશે એને ત્યાં સુધી
રમત રમ્યા કરશે ઇચ્છાઓ નજર સાથે, ફરતી રહેશે નજર આસપાસ એની
રહી છે ઇચ્છાઓ ભટકતી જગમાં, રહી છે નજર એમાં ને એમાં ફરતી
રોકી ના શક્યા જ્યાં ઇચ્છાઓને, રહેશે નજર એમાં ફરતી ને ફરતી
હોય પ્રેમ કે ના હોય મેળ બંનેનો, કરે છે બંને સાથે તો મુસાફરી
થાકે નજર જ્યાં બહાર ફરતી, કરી બંધ આંખ સ્વપ્નાં એમાં એ જોતી
ઊતરે જ્યાં અંતરમાં એ ઊંડે ઊંડે, નજર એમાં એની વિશાળ બનતી
જુએ કે આપે યાદ કરુણાભરી આંસુઓ નયનોથી સારતી
નથી કાંઈ મુકાબલા કાંઈ એ બંનેના, એકબીજા વિના અધૂરી લાગતી
ઇચ્છાઓ જુએ એવાં દૃશ્યો નજર, માંગ એની એ તો પૂરી કરતી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
najaranō dōra laṁbāśē kyāṁ sudhī, icchāō bāṁdhī rākhaśē ēnē tyāṁ sudhī
ramata ramyā karaśē icchāō najara sāthē, pharatī rahēśē najara āsapāsa ēnī
rahī chē icchāō bhaṭakatī jagamāṁ, rahī chē najara ēmāṁ nē ēmāṁ pharatī
rōkī nā śakyā jyāṁ icchāōnē, rahēśē najara ēmāṁ pharatī nē pharatī
hōya prēma kē nā hōya mēla baṁnēnō, karē chē baṁnē sāthē tō musāpharī
thākē najara jyāṁ bahāra pharatī, karī baṁdha āṁkha svapnāṁ ēmāṁ ē jōtī
ūtarē jyāṁ aṁtaramāṁ ē ūṁḍē ūṁḍē, najara ēmāṁ ēnī viśāla banatī
juē kē āpē yāda karuṇābharī āṁsuō nayanōthī sāratī
nathī kāṁī mukābalā kāṁī ē baṁnēnā, ēkabījā vinā adhūrī lāgatī
icchāō juē ēvāṁ dr̥śyō najara, māṁga ēnī ē tō pūrī karatī
|
|