|
View Original |
|
સુખચેન નથી દિલમાં, ભારોભાર ભરી છે શંકાઓ હૈયામાં
શાને બહાદુરીનો ઘંટ ગળે બાંધી ફરે છે
માનપાનની છે ચાહના દિલમાં, નથી ચિત્ત કોઈ કાર્યમાં
શાને સફળતાની ચાહના રાખી, જીવનમાં નિરાશ તું થાય છે
સ્વાર્થને ચાહતો ને સ્વાર્થને પૂજતો જાય તું જ્યાં જીવનમાં
જીવન જીવે છે સતત ચિંતામાં ત્યાં, ના ચિંતામુક્ત રહેવાય છે
ખોટા દંભ આડંબરમાં, ના રંગ પૂરે તું જ્યાં જીવનમાં
જીવનનું તેજ ત્યાં હણાઈ જાય છે, નિસ્તેજ ત્યાં એ બની જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)