|
View Original |
|
શોધી લેજે જગમાં રે જીવનમાં, ખુદનું તો સાચું રે સરનામું
મળ્યું છે રહેઠાણ રહેવા, નથી કાંઈ કાયમ એમાં રહેવાનું
લગાવી અતિશય માયા, દુઃખનું કારણ એ તો બનવાનું
વહેલું યા મોડું એક દિવસ પડશે ગોતવું, તારે તારું સરનામું
શોધીશ ના જ્યાં સુધી સરનામું, પડશે તારે ને તારે ફરવાનું
ખોટા હકદાવા તારા ના ચાલશે, પડશે તારે તો બધું તો છોડવાનું
સાચી મંઝિલ પ્રાપ્ત ના કરશે ત્યાં સુધી બંધ ના થાશે ભટકવાનું
ધમપછાડા ને દાવા કરવાથી હકીકતમાં ફેર નથી પડવાનું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)