|
View Original |
|
દુઃખદર્દને સ્થાન નથી દિલમાં, સ્થાન જમાવી એ બેસે છે
પ્રેમ પામવા ને કરવા ચાહે દિલ, વેરનો અગ્નિ જલાવી એ બેસે છે
યાદો ને યાદો છે જીવન એનું, યાદો ને યાદો સંઘરી એ બેસે છે
સુખને પામવા ચાહે છે જીવનમાં, દુઃખને ના એ ભૂલી શકે છે
કોમળતા ને કોમળતામાં ચાહે પાંગરવું, કઠોર તોય એ બની શકે છે
ભાવ ને ભાવ છે ખોરાક એનો, કદી ઝેર એનું ઊભું એમાં કરે છે
કદી લાગણીમાં તણાય છે, કદી લાગણીઓને એ તાણે છે
છે જીવનનું તો એ કેન્દ્ર, જીવન તો એની આસપાસ ફરે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)