|
View Original |
|
જુઓ ના તમે આવી રીતે, દિલ તમારાથી અજાણ્યું નથી
ઝીલ્યાં બાણ ઘણાં નજરોનાં, હવે તો વધુ સહેવાતાં નથી
વરસાવો છો ઉત્સુકતા છે શું શંકા, અમે તો તમારા નથી
જુઓ છો શાને એવી રીતે, જાણે જીવનમાં આપણે મળ્યા નથી
લીધી છે શીખી ભાષા નયનોની તમારી, હવે અમારાથી અજાણી નથી
ખ્યાલોમાં સમાયા છો એવાં, બીજા ખ્યાલો હવે રહ્યા નથી
દિલ કરે દિલની વાત દિલથી, તમારાથી કાંઈ છૂપું કાંઈ રાખ્યું નથી
ઘાયલને ના કરો વધારે ઘાયલ, અમે પરાયા રહ્યા નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)