|
View Original |
|
દબાવીદબાવી દર્દને દિલમાં, દિલમાંથી તો ચીસો ઊઠશે
દબાવશો પ્રેમને જો દિલમાં, પ્રેમમાંથી તો ફોરમ ઊઠશે
પાડતા ને પાડતા જાશો ગાંઠો સંબંધમાં, તાણતા સંબંધો તૂટશે
દબાવીદબાવી ઊંઘને, ક્યાં સુધી ઉજાગરા તો વેઠાશે
ઊઠતાં ને ઊઠતાં તોફાનોની સામે, ક્યાં સુધી આંખ બંધ રખાશે
તડપન જાગી છે જ્યાં દિલમાં, વિરહ ક્યાં સુધી એનો સહેવાશે
હકીકતો ને હકીકતોની વચ્ચે, કલ્પનામાં કયાં સુધી રહેવાશે
ઇચ્છાઓ ને ઇચ્છાઓમાં રાચી, શાંતિ જીવનમાં ક્યાંથી પમાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)