|
View Original |
|
નથી કર્યાં કોઈએ બંધ પ્રગતિનાં તો દ્વાર તારાં
છૂપાયેલી છે ચાવી એની તુજમાં ને તુજમાં
લઈ પુરુષાર્થની ચાવી, ખોલ દ્વાર તારાં, તું શાને ગભરાય
સંજોગો તો છે પગથિયાં જીવનમાં તારાં “”
મક્કમતાથી પાડ એના ઉપર ડગલાં તારાં ... “”
એકલો નથી કાંઈ જગમાં તું, મળશે સાથ દેનારા “”
છે પ્રેમની સિતાર પાસે તારી, છેડ પ્રેમના તાર આજ “”
નાહિંમતની કરજે ના નાદાની, રાખજે હિંમત હાથમાં તારા “”
દુઃખદર્દની સિતાર ના વગાડ, જગના ઢોલ વગાડ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)