|
View Original |
|
શાને હરખાઈ ગયા, શાને મુરઝાઈ ગયા
જીવનમાં પવન આવા તો રહેશે વાતા ને વાતા
કદી ઉમંગના હિલોળે હીંચવા, કદી શોકમાં ડૂબ્યા
જીવનમાં ઝોકાં આવાં ને આવાં રહેશે આવતાં ને આવતાં
કદી ખૂંચ્યાં આંખમાં એમાં કદી હૈયામાં સમાઈ ગયાં
ભરતી ને ઓટ આવતી રહેશે, જીવનમાં આવતા ને જવાના
કદી દુઃખના દ્વારે પહોંચવા કદી રમત સુખની રમવા
રહેશે દિવસો જીવનમાં સાચા આવતા ને જાતા
પડશે કંઈક સંદેશાઓ ઝીલવા કંઈક તો દેવા
રહેશે જીવનમાં મંડાણ આવાં ને આવાં જગનાં મંડાતાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)