|
View Original |
|
આંખ બંધ કરી બેસશો તમે ક્યાં સુધી
જીવનની વાસ્તવિકતા શું સ્વીકારવી નથી
મુસીબતો રહી છે આવતી ને આવતી માથા સુધી ... આંખ
સમાનતાની વૃત્તિ દીધી છે શું એમાં ગુમાવી ... આંખ
વધતી ગઈ છે અન્યની દાદાગીરી ને દાદાગીરી... આંખ
સુખચેન લૂંટાઈ, નીંદ જીવનની એમાં હરાઈ ગઈ ... આંખ
રહ્યા કાંટા ને કાંટા વાગતા રાહ તોય ના બદલી ... આંખ
વાતેવાતે રહ્યો ક્રોધ સતાવતો, દીધો ના કેમ ત્યજી ... આંખ
ભાવેભાવે તણાયા, તણાતા રહેશો ભાવમાં ક્યાં સુધી ... આંખ
કર્યો ના ઉપાય દર્દનો શરૂમાં, ફેલાશે નખશિખ સુધી ... આંખ
ના થયું ના મનને જુવાનીમાં, ઘડપણમાં તો થાશે નહીં... આંખ …
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)