|
View Original |
|
જીવી જીવીને જગમાં ક્યાં સુધી જીવીશું
ખૂટશે જીવનશક્તિનો ખજાનો, મોતના દ્વારે પહોંચીશું
નિર્મળ પરમ તને જે કરેલું આધીન એને રહીશું
હકીકતની કુંડલી છે સહુની સાથે નિર્મળતા હાથમાં સોંપી દઈશું
હરેક વાતમાં નડશે રાહ જો આપણે આગળ કેમ વધીશું
નિર્મળ પ્યાર છે, પ્રેમની મૂર્તિ પ્રેમથી નિર્મળતાને પૂજીશું
સુખદુઃખનાં જાગે જો દ્વંદ્વો, હસતાહસતા સહન એને કરીશું
આવીને ઊભા છીએ જગમાં, રાહ જીવનની સફળ રીતે ખેડીશું
જીવન તો એવું જીવીશું, સફળતાનું પાસું ઊભું કરીશું
જીવીશું જીવન એવી રીતે, દુઃખદર્દને તો દૂર ને દૂર રાખીશું
પ્રેમની રે પૂંજી, ખૂટે ના કદી, એવી જીવનમાં ઊભી કરીશું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)