|
View Original |
|
જન્મોજન્મના વીત્યા રે વ્હાણા પડયા ના તોયે જન્મોના ઠેકાણાં
સમજણ આવી, સમજણ ભૂંસાણી, સમજણના એકડા નવા ઘુંટણા
સંબંધો બંધાયા નવા નવા, સંબંધમાં શાન નવી પાડતા રહ્યા
ચાલી સંબંધોની એવી પરંપરા, જન્મોના અંત ના એમાં દેખાણા
ખોવાતા ને ખોવાતા રહ્યાં એવા એમાં, ભુલ્યા એમાં પોતાનાં ઠેકાણાં
સત્યને ભુલીને રહ્યાં કરતાં એ ગડમથલ, કોણ પરાયા કોણ આપણા
કર્તાની કરામતને યાદ કરવાને બદલે, અમે એની માયામાં ખોવાણા
ના પામ્યા સાચી દૃષ્ટિ, ના દૃષ્ટિનાં દૃશ્ય અમારા બદલાણા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)