|
View Original |
|
જાગ્યો દિલમાં એવો સળવળાટ, મચી ગયો એમાં ખળભળાટ
હતી ચાલતી ગાડી જીવનમાં સડસડાટ, મચ્યો એમાં ખડખડાટ
હતું દિલ અક્કડ કડકડાટ, પડી બદલવી એણે સજાવટ
ગભરાયું એવું એતો સાંભળી ને પોતાનો જ ગડગડાટ
ધીરે ધીરે ઓછી થાવા લાગી, પડી હતી જે એમાં અકડાટ
ભુલ્યો એ ભાન એવો રે જીવનમાં, ભુલ્યો સઘળો ખીલખીલાટ
દરમાં ને દરમાં એવી કાળાશ ધારણ કરી એણે, મટી ગયો ચળકાટ
થઈ એવી થઈ ના રહી, કોઈને કહેવા જેવી ના રહી આ વાત
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)