2000-09-10
2000-09-10
2000-09-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=19079
આમ નહીં કરું, તેમ નહીં કરું કહેતાં કહેતાં કર્યું બધું

નિર્ણયો લીધા જલદી જલદી, આચરણમાં હતું એમાં મીંડુ
ખુદે ઠપકા દેવાના હતા ખુદને, અન્યના ઠપકાથી ના વળ્યું
ના ટકી મક્કમતા જીવનમાં, મજબૂરીનું સદા ઝેર પીધું
જીરવાયા ના આઘાતો એમાં, હૈયું એમાં જ્યાં આવું બન્યું
તરવાના ના હતા સાત સમુદ્રો ના થયું, મન જ્યાં ઢીલું બન્યું
ના નાહ્યા જ્યાં પ્રેમની નદીમાં વિશ્વાસનું જ્યાં બિદું ખૂટ્યું
ભાગ્યનો અગ્નિ ભડભડ બળે, જીવન તો એમાં બળ્યું
એના તાપમાં ને તાપમાં, મક્કમતાને નરમ કર્યું
આમ ના થયું, તેમ ના થયું, જીવન એમાં ભંગાર બન્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āma nahīṁ karuṁ, tēma nahīṁ karuṁ kahētāṁ kahētāṁ karyuṁ badhuṁ
nirṇayō līdhā jaladī jaladī, ācaraṇamāṁ hatuṁ ēmāṁ mīṁḍu
khudē ṭhapakā dēvānā hatā khudanē, anyanā ṭhapakāthī nā valyuṁ
nā ṭakī makkamatā jīvanamāṁ, majabūrīnuṁ sadā jhēra pīdhuṁ
jīravāyā nā āghātō ēmāṁ, haiyuṁ ēmāṁ jyāṁ āvuṁ banyuṁ
taravānā nā hatā sāta samudrō nā thayuṁ, mana jyāṁ ḍhīluṁ banyuṁ
nā nāhyā jyāṁ prēmanī nadīmāṁ viśvāsanuṁ jyāṁ biduṁ khūṭyuṁ
bhāgyanō agni bhaḍabhaḍa balē, jīvana tō ēmāṁ balyuṁ
ēnā tāpamāṁ nē tāpamāṁ, makkamatānē narama karyuṁ
āma nā thayuṁ, tēma nā thayuṁ, jīvana ēmāṁ bhaṁgāra banyuṁ
|
|