|
View Original |
|
ક્યાં રોકાયા તમે ક્યાં રોકાયા પ્રભુ તમે હજી નથી આવ્યા
ધાંધલ ધમાલ પાસે છે ઘણી, દર્શન દેવા આવજો દોડી દોડી
કર્મોને કર્મોમાં રહ્યા જીવન ખર્ચી, ક્યારે મુલાકત તમારી લેવી
ઇચ્છા ને પુરી કરવામાં રહીએ, એમાં ના મળે અમને ફુરસદ જરી
મોહ માયાના બંધનમાં છુટવાની નથી અમારી કોઈ તૈયારી
ચાહીએ રહે સહ કુશળ બધું, કસીએ એના કાજે યાદ તમારી
ના થાઓ નારાજ તમે, કરીએ ખુશ રાખવાની તમને તૈયારી
મળતી નથી મીઠાસ છે જે તમારામાં ભરી, ચાહીએ આવો તમે દોડી દોડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)