|
View Original |
|
આભા છે અનોખી તમારી, બની છે એમાં પ્રતિભા તમારી
છે જીવનમાં એ સચવાણી, છે અનોખી પ્રભુની મહેરબાની
રોજિંદા જીવનમાં ના ભલે સમજાણી, વખતે એ વરતાણી
કરવી નથી સરખામણી, છે પ્રતિભા તમારી ને તમારી
છે મૂળ પર જાહેર એવી, નથી છૂપી છુપાવી શકવાની
કાઢવા અંદાજ ક્યાંથી એના, રોજે રોજે રહી છે વિસ્તરતી
મુકામ છે ભલે મુખ પર, છે જ્યોત તો એ અંતરની
પાડશે છાપ ચાતુર્ય પંથી, પાડશે છાપ પ્રતિભા પહેલી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)