|
View Original |
|
જાણી સમજી ખેંચાયો, દીવાની દુનિયાના રંગે રંગાયો
ભૂલી વૈરાગ્ય જીવનમાં, માયામાંને માયામાં તો રંગાયો
હતી ચાહના ખુદની, ખુદના અહંભાવે અહંમાં તણાયો
રહ્યો નિતનવા ચહેરા જોતો, ચહેરાને ચહેરાના પાશે બંધાયો
સમજ્યો સમજ્યો માયાને, તોયે માયામાંને માયામાં ફસાયો
રંગાવું હતું પ્રભુ પ્રેમમાં, જગના પ્રેમમાં ને પ્રેમમાં બંધાયો
સાચી સમજણ મળી જીવનમાં, તોય અંધારે અટવાયો
ના સમજી શકયો સાચી સમજ ને ભ્રમમાં આખર ભ્રમમાં ભટકાયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)