|
View Original |
|
રમત મંડાણી છે જીવનમાં, અજવાળાને અંધારાની
દિલ ચાહે છે તો અજવાળું, ધકેલે છે વિચારો તો અંધારે
પડયા પડછાયા કોઈ ચીજના, મળ્યું તો એમાં અંધારું
કદી ક્ષણ બે ક્ષણ ટકતું, કદી ટકે છે લાંબુ અંધારું
શંકાનું વાદળ જ્યાં છવાયું, મળે નિશ્ચિત એમાં અંધારું
સંકોરાશે ના જો વાટ જ્યોતની, ધીરે ધીરે પથરાશે અંધારું
નથી જગમાં કાંઈ કાયમનું અજવાળું કે કાયમનું અંધારું
પ્રગતિ અપનાવજો જ્યાં હૈયેથી, પ્રેમથી ન કર્યું નથી ત્યાં અંધારું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)