|
View Original |
|
દર્દભરી દાસ્તાં નથી કાંઈ જુદી તમારી ને અમારી
વણાયેલા છે સૂરો તો એમાં, નિરાશાના ને નિરાશાના
પાત્રો છે જુદા સંજોગો જુદા, કહાની છે એકસરખી
સૂરો તો છે એકસરખા સહુમાં, લાચારી ને લાચારીના
આળસમાં ને વળી ખોટી અસમંજસમાં રહ્યા જીવનમાં
પરિણામ આખર આવી ને રહયાં આપણી બેદરકારીના
સમજાયું હવે સમય પર દ્વાર બંધ રાખ્યાં હતાં સમજદારીના
સાચી સમજને અપનાવ્યા વગર, નથી કોઈ રસ્તા દેખાવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)