1993-02-03
1993-02-03
1993-02-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=24
નાની નાની અડચણો તો થાતી જાશે મોટી, રસ્તા તારા એ તો રોકી લેશે

રોકીશ ના જો તું એને શરૂમાં, વધતી જાશે, સામનો એનો તો ભારી બની જાશે
કરવાનું છે જ્યાં એ તો તારે, કરી લેજે એને શરૂમાં, આસાન તો એટલું રહેશે
દેશે સ્વરૂપ જો મોટું તું તો એને, હિંમત તારી એમાં તો તૂટી તો જાશે
સામનાએ સામનામાં તો ઘડતરનું ઘડતર, ને ચણતરનું ચણતર થાતું રહેશે
જોતો ના રાહ કદી, એને થાવા દેવા તો મોટી, હિત એમાં તો સમાયેલું હશે
ગભરાઈ જાશે જો અડચણોથી તું જીવનમાં, કેમ કરીને સામનો એનો તો થાશે
આવશે ના કાંઈ કહીને એ તો જીવનમાં, તૈયાર સદા એમાં રહેવું તો પડશે
એક જાતા તો બીજી જાગશે, ના કાંઈ જીવનમાં આવતા એ તો અટકી જાશે
રહી ગઈ ભલે જો એ ધ્યાન બહાર, નાશ ના કાંઈ એથી એનો તો થાશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nānī nānī aḍacaṇō tō thātī jāśē mōṭī, rastā tārā ē tō rōkī lēśē
rōkīśa nā jō tuṁ ēnē śarūmāṁ, vadhatī jāśē, sāmanō ēnō tō bhārī banī jāśē
karavānuṁ chē jyāṁ ē tō tārē, karī lējē ēnē śarūmāṁ, āsāna tō ēṭaluṁ rahēśē
dēśē svarūpa jō mōṭuṁ tuṁ tō ēnē, hiṁmata tārī ēmāṁ tō tūṭī tō jāśē
sāmanāē sāmanāmāṁ tō ghaḍataranuṁ ghaḍatara, nē caṇataranuṁ caṇatara thātuṁ rahēśē
jōtō nā rāha kadī, ēnē thāvā dēvā tō mōṭī, hita ēmāṁ tō samāyēluṁ haśē
gabharāī jāśē jō aḍacaṇōthī tuṁ jīvanamāṁ, kēma karīnē sāmanō ēnō tō thāśē
āvaśē nā kāṁī kahīnē ē tō jīvanamāṁ, taiyāra sadā ēmāṁ rahēvuṁ tō paḍaśē
ēka jātā tō bījī jāgaśē, nā kāṁī jīvanamāṁ āvatā ē tō aṭakī jāśē
rahī gaī bhalē jō ē dhyāna bahāra, nāśa nā kāṁī ēthī ēnō tō thāśē
|