Hymn No. 4740 | Date: 03-Jun-1993
ચિંતાઓને ચિંતાઓ કરી ના છોડી, ઊંઘ ઉજાગરા, દઈ ગઈ તને એ તો જીવનમાં
ciṁtāōnē ciṁtāō karī nā chōḍī, ūṁgha ujāgarā, daī gaī tanē ē tō jīvanamāṁ
ઇચ્છા, ગમા, અણગમા, ચિંતા (Desire, Like, Dislike, Worry)
1993-06-03
1993-06-03
1993-06-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=240
ચિંતાઓને ચિંતાઓ કરી ના છોડી, ઊંઘ ઉજાગરા, દઈ ગઈ તને એ તો જીવનમાં
ચિંતાઓને ચિંતાઓ કરી ના છોડી, ઊંઘ ઉજાગરા, દઈ ગઈ તને એ તો જીવનમાં
તારા ને તારા કર્મો તારા ને તારા જીવનમાં, તને ને તને, શિક્ષા એની એ તો દઈ ગઈ
ખોટા વિચારોને ખોટા આચરણમાં રાચી જીવનમાં, મૂંઝવણ જીવનમાં તને એ તો દઈ ગઈ
વિવેક ને વિનયની કરી હોળી જ્યાં જીવનમાં, મુસીબતો જીવનમાં ઊભી એ તો કરી ગઈ
વેર ઝેરથી ભરી રાખ્યું હૈયું જ્યાં જીવનમાં, છોડયું ના એને, એકલવાયો એ તો બનાવી ગઈ
પાપ કર્મો આચર્યા એવા તો જીવનમાં, જીવનમાં દુઃખની લહાણી એ તો દઈ ગઈ
સમજશક્તિને હડસેલી જ્યાં જીવનમાંથી, ઉપાધિઓનું દાન જીવનમાં એ તો દઈ ગઈ
કુદરતના નિયમોની વિરુદ્ધ રાખ્યું વર્તન, રોગ દર્દ ત્યાં તને એ તો દઈ ગઈ
રાખ્યું મનને ફરતું ને ફરતું રે જીવનમાં, જીવનમાં અસ્થિરતા એ તો દઈ ગઈ
રાખ્યા ના કાબૂ મન ચિત્ત, ભાવને તો જીવનમાં, જનમફેરા જગમાં એ તો દઈ ગઈ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ciṁtāōnē ciṁtāō karī nā chōḍī, ūṁgha ujāgarā, daī gaī tanē ē tō jīvanamāṁ
tārā nē tārā karmō tārā nē tārā jīvanamāṁ, tanē nē tanē, śikṣā ēnī ē tō daī gaī
khōṭā vicārōnē khōṭā ācaraṇamāṁ rācī jīvanamāṁ, mūṁjhavaṇa jīvanamāṁ tanē ē tō daī gaī
vivēka nē vinayanī karī hōlī jyāṁ jīvanamāṁ, musībatō jīvanamāṁ ūbhī ē tō karī gaī
vēra jhērathī bharī rākhyuṁ haiyuṁ jyāṁ jīvanamāṁ, chōḍayuṁ nā ēnē, ēkalavāyō ē tō banāvī gaī
pāpa karmō ācaryā ēvā tō jīvanamāṁ, jīvanamāṁ duḥkhanī lahāṇī ē tō daī gaī
samajaśaktinē haḍasēlī jyāṁ jīvanamāṁthī, upādhiōnuṁ dāna jīvanamāṁ ē tō daī gaī
kudaratanā niyamōnī viruddha rākhyuṁ vartana, rōga darda tyāṁ tanē ē tō daī gaī
rākhyuṁ mananē pharatuṁ nē pharatuṁ rē jīvanamāṁ, jīvanamāṁ asthiratā ē tō daī gaī
rākhyā nā kābū mana citta, bhāvanē tō jīvanamāṁ, janamaphērā jagamāṁ ē tō daī gaī
|