1993-02-04
1993-02-04
1993-02-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=26
જીવનને જો ડાઘ લાગી જાશે, ના એ તો ભૂંસાશે, ના એ તો ભૂંસાશે
જીવનને જો ડાઘ લાગી જાશે, ના એ તો ભૂંસાશે, ના એ તો ભૂંસાશે
ભલે એ તો ભૂલાશે, ના તોયે એ તો ભૂંસાશે (2)
કરી કરી ઉપકારો, ભર્યું હોય ભલે જીવનને એક અપકાર પણ,
ડાઘ એને લગાવી જાશે
જીવનભર રહ્યાં હો સતપથ પર ચાલતા ને ચાલતા,
એક અસત્યનું આચરણ, ડાઘ એને લગાવી જાશે
મીઠાશથી ભરી રાખ્યું હોય જીવન, આવકાર્યા સહુને મીઠાશથી,
એક તુંકારો પણ, ડાઘ એને લગાવી જાશે
જીવનભર જીવ્યા હોય વેરાગ્યથી ભલે રે જીવન,
એક લોભ લાલચનો ઉછાળો, ડાઘ એને લગાવી જાશે
શાંતિની કરી હોય હૈયે સ્થાપના ભલે જીવનભર,
એક ક્રોધનો ઉછાળો, ડાઘ એને લગાવી જાશે
જીવનભર ભલે સાચવી હોય નજરને વાસનાથી,
એક વાસનાનો લલકારો નજરમાં, ડાઘ એને લગાવી જાશે
સૂરો શ્રદ્ધાના ભર્યા હોય હૈયે ભલે જીવનભર,
એક શંકાનો પરપોટો પણ, ડાઘ એને લગાવી જાશે
જીવનભર રાખ્યું હોય હૈયું પ્રેમથી તો ભરપૂર,
એક અપેક્ષાનો ઉછાળો પણ, ડાઘ એને લગાવી જાશે
રાખ્યું હોય ધ્યાન તલ્લીનતાથી ભરપૂર,
એક ખોટા વિચારોના ખયાલો, ડાઘ એને લગાવી જાશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jīvananē jō ḍāgha lāgī jāśē, nā ē tō bhūṁsāśē, nā ē tō bhūṁsāśē
bhalē ē tō bhūlāśē, nā tōyē ē tō bhūṁsāśē (2)
karī karī upakārō, bharyuṁ hōya bhalē jīvananē ēka apakāra paṇa,
ḍāgha ēnē lagāvī jāśē
jīvanabhara rahyāṁ hō satapatha para cālatā nē cālatā,
ēka asatyanuṁ ācaraṇa, ḍāgha ēnē lagāvī jāśē
mīṭhāśathī bharī rākhyuṁ hōya jīvana, āvakāryā sahunē mīṭhāśathī,
ēka tuṁkārō paṇa, ḍāgha ēnē lagāvī jāśē
jīvanabhara jīvyā hōya vērāgyathī bhalē rē jīvana,
ēka lōbha lālacanō uchālō, ḍāgha ēnē lagāvī jāśē
śāṁtinī karī hōya haiyē sthāpanā bhalē jīvanabhara,
ēka krōdhanō uchālō, ḍāgha ēnē lagāvī jāśē
jīvanabhara bhalē sācavī hōya najaranē vāsanāthī,
ēka vāsanānō lalakārō najaramāṁ, ḍāgha ēnē lagāvī jāśē
sūrō śraddhānā bharyā hōya haiyē bhalē jīvanabhara,
ēka śaṁkānō parapōṭō paṇa, ḍāgha ēnē lagāvī jāśē
jīvanabhara rākhyuṁ hōya haiyuṁ prēmathī tō bharapūra,
ēka apēkṣānō uchālō paṇa, ḍāgha ēnē lagāvī jāśē
rākhyuṁ hōya dhyāna tallīnatāthī bharapūra,
ēka khōṭā vicārōnā khayālō, ḍāgha ēnē lagāvī jāśē
|