Hymn No. 4533 | Date: 09-Feb-1993
જનમ જનમના ફેરા તારા તો અટકી જાશે, પ્રભુકૃપા થાશે એ તો જ્યારે
janama janamanā phērā tārā tō aṭakī jāśē, prabhukr̥pā thāśē ē tō jyārē
કૃપા,દયા,કરુણા (Grace, Kindness, Mercy)
1993-02-09
1993-02-09
1993-02-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=33
જનમ જનમના ફેરા તારા તો અટકી જાશે, પ્રભુકૃપા થાશે એ તો જ્યારે
જનમ જનમના ફેરા તારા તો અટકી જાશે, પ્રભુકૃપા થાશે એ તો જ્યારે
પાસા પડતા જાશે સીધા જીવનમાં તો ત્યારે, દ્વાર ભાગ્યના તો ખૂલી જાશે જ્યારે
શ્રદ્ધાના વળ તો થાતા જાશે રે મજબૂત, હૈયાંમાંથી શંકાઓ હટી જાશે જ્યારે
સંબંધો જીવનમાં તો ટકી રહેશે, હિત જીવનમાં તો ના ટકરાશે રે જ્યારે
દર્શન થાશે સૂર્યકિરણોના તો ત્યારે, વચ્ચેથી વાદળ હટી જાશે તો જ્યારે
માણી શકશો ચાંદનીની શીતળતા તો ત્યારે, શાંત હશે હૈયું તો જ્યારે
સૂઝશે ના જીવનમાં રસ્તા તો સાચા, મૂંઝાયેલું હશે મન જીવનમાં તો જ્યારે
દુઃખના દિવસો જીવનમાં જાશે તો ભુલાઈ, જીવનમા સુખના દિવસો આવશે જ્યારે
હરાઈ જાશે શાંતિ તો મનની, જીવનમાં મનમાં લોભ જાગી જાશે તો જ્યારે
મળશે ના જીવનમાં ફળ તો પૂરું, પડશે યત્નો ઓછા એમાં તો જ્યારે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
janama janamanā phērā tārā tō aṭakī jāśē, prabhukr̥pā thāśē ē tō jyārē
pāsā paḍatā jāśē sīdhā jīvanamāṁ tō tyārē, dvāra bhāgyanā tō khūlī jāśē jyārē
śraddhānā vala tō thātā jāśē rē majabūta, haiyāṁmāṁthī śaṁkāō haṭī jāśē jyārē
saṁbaṁdhō jīvanamāṁ tō ṭakī rahēśē, hita jīvanamāṁ tō nā ṭakarāśē rē jyārē
darśana thāśē sūryakiraṇōnā tō tyārē, vaccēthī vādala haṭī jāśē tō jyārē
māṇī śakaśō cāṁdanīnī śītalatā tō tyārē, śāṁta haśē haiyuṁ tō jyārē
sūjhaśē nā jīvanamāṁ rastā tō sācā, mūṁjhāyēluṁ haśē mana jīvanamāṁ tō jyārē
duḥkhanā divasō jīvanamāṁ jāśē tō bhulāī, jīvanamā sukhanā divasō āvaśē jyārē
harāī jāśē śāṁti tō mananī, jīvanamāṁ manamāṁ lōbha jāgī jāśē tō jyārē
malaśē nā jīvanamāṁ phala tō pūruṁ, paḍaśē yatnō ōchā ēmāṁ tō jyārē
|
|