Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4535 | Date: 12-Feb-1993
કહેવું તને તો શું જાણે છે જ્યાં તું બધું, મૌન તારું રે માડી, મને મૂંઝવી રહ્યું
Kahēvuṁ tanē tō śuṁ jāṇē chē jyāṁ tuṁ badhuṁ, mauna tāruṁ rē māḍī, manē mūṁjhavī rahyuṁ

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 4535 | Date: 12-Feb-1993

કહેવું તને તો શું જાણે છે જ્યાં તું બધું, મૌન તારું રે માડી, મને મૂંઝવી રહ્યું

  No Audio

kahēvuṁ tanē tō śuṁ jāṇē chē jyāṁ tuṁ badhuṁ, mauna tāruṁ rē māḍī, manē mūṁjhavī rahyuṁ

મા, ભગવાન (Almighty Mother, God)

1993-02-12 1993-02-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=35 કહેવું તને તો શું જાણે છે જ્યાં તું બધું, મૌન તારું રે માડી, મને મૂંઝવી રહ્યું કહેવું તને તો શું જાણે છે જ્યાં તું બધું, મૌન તારું રે માડી, મને મૂંઝવી રહ્યું

કહેવા જ્યાં બેસું હું, કાંઈ કરી ના શકું, કહે રે માડી, હવે મારે તો શું કરવું

મળે ના ઉપાય કોઈ તો મને એથી, મને તો હું પૂછું, મૌન ધરી કેમ તારે બેસવું પડયું

મૌન તારું મચાવે હૈયે તો ઉત્પાત, મારા હૈયે રે માડી, તને પૂછયા વિના નથી રહેવાનું

જાણું રે માડી, તારી કૃપા વિના નથી કાંઈ બનતું રે માડી, જીવનમાં તારી કૃપા હું યાચું

તારા પ્રેમ વિના નહીં જીવી શકું રે માડી, તારો પ્રેમ તો જીવનમાં હું તો માગું

નજરે નજરે મળે અણસાર તારો રે માડી, સર્વ દિશાએ, મસ્તક મારું તને નમાવું

તારા વિના રે માડી જગમાં સુખ તો છે રે લૂખું, જીવનમાં હવે આ તો સમજાયું

કરી કરી ચિંતા થાક્યો છું હું તો જીવનમાં, તને બધી ચિંતા હવે હું તો સોંપુ

આવતી જાશે યાદ, જેમ જેમ મને રે માડી, તારી કૃપાથી વાત બધી તને હું તો કહું
View Original Increase Font Decrease Font

કહેવું તને તો શું જાણે છે જ્યાં તું બધું, મૌન તારું રે માડી, મને મૂંઝવી રહ્યું

કહેવા જ્યાં બેસું હું, કાંઈ કરી ના શકું, કહે રે માડી, હવે મારે તો શું કરવું

મળે ના ઉપાય કોઈ તો મને એથી, મને તો હું પૂછું, મૌન ધરી કેમ તારે બેસવું પડયું

મૌન તારું મચાવે હૈયે તો ઉત્પાત, મારા હૈયે રે માડી, તને પૂછયા વિના નથી રહેવાનું

જાણું રે માડી, તારી કૃપા વિના નથી કાંઈ બનતું રે માડી, જીવનમાં તારી કૃપા હું યાચું

તારા પ્રેમ વિના નહીં જીવી શકું રે માડી, તારો પ્રેમ તો જીવનમાં હું તો માગું

નજરે નજરે મળે અણસાર તારો રે માડી, સર્વ દિશાએ, મસ્તક મારું તને નમાવું

તારા વિના રે માડી જગમાં સુખ તો છે રે લૂખું, જીવનમાં હવે આ તો સમજાયું

કરી કરી ચિંતા થાક્યો છું હું તો જીવનમાં, તને બધી ચિંતા હવે હું તો સોંપુ

આવતી જાશે યાદ, જેમ જેમ મને રે માડી, તારી કૃપાથી વાત બધી તને હું તો કહું

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kahēvuṁ tanē tō śuṁ jāṇē chē jyāṁ tuṁ badhuṁ, mauna tāruṁ rē māḍī, manē mūṁjhavī rahyuṁ

kahēvā jyāṁ bēsuṁ huṁ, kāṁī karī nā śakuṁ, kahē rē māḍī, havē mārē tō śuṁ karavuṁ

malē nā upāya kōī tō manē ēthī, manē tō huṁ pūchuṁ, mauna dharī kēma tārē bēsavuṁ paḍayuṁ

mauna tāruṁ macāvē haiyē tō utpāta, mārā haiyē rē māḍī, tanē pūchayā vinā nathī rahēvānuṁ

jāṇuṁ rē māḍī, tārī kr̥pā vinā nathī kāṁī banatuṁ rē māḍī, jīvanamāṁ tārī kr̥pā huṁ yācuṁ

tārā prēma vinā nahīṁ jīvī śakuṁ rē māḍī, tārō prēma tō jīvanamāṁ huṁ tō māguṁ

najarē najarē malē aṇasāra tārō rē māḍī, sarva diśāē, mastaka māruṁ tanē namāvuṁ

tārā vinā rē māḍī jagamāṁ sukha tō chē rē lūkhuṁ, jīvanamāṁ havē ā tō samajāyuṁ

karī karī ciṁtā thākyō chuṁ huṁ tō jīvanamāṁ, tanē badhī ciṁtā havē huṁ tō sōṁpu

āvatī jāśē yāda, jēma jēma manē rē māḍī, tārī kr̥pāthī vāta badhī tanē huṁ tō kahuṁ
Scan Image

Gujarati Bhajan no. 4535 by Satguru Devendra Ghia - Kaka
First...453145324533...Last