1994-05-13
1994-05-13
1994-05-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=774
આવ્યો જગમાં ભલે હું એકલો, નથી જગમાં તો હું કાંઈ એકલો

રહ્યા છો પ્રભુ તમે સાથે ને સાથે, રહ્યો નથી હું કાંઈ તમારા વિનાનો
દીધા સાથ જગમાં કર્મોએ, રહ્યો નથી કાંઈ હું તો કર્મ વિનાનો
રહ્યા વિચારોને વિચારો સાથ દેતા, રહ્યો નથી કાંઈ હું વિચારો વિનાનો
લાગ્યો જ્યારે મને હું એકલો, હતો ના હું કાંઈ સુખદુઃખ વિનાનો
સંજોગોમાં ગયો જ્યારે તણાતો, હતો ના ત્યારે કાંઈ ભાન વિનાનો
તોફાનો ને તોફાનો ઊઠતાં રહ્યા હૈયામાં, રહી ના શક્યો દોષ વિનાનો
દ્વંદ્વો ને દ્વંદ્વોમાં રહ્યો હું રાચતો, રહી ના શક્યો હું દ્વંદ્વ વિનાનો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āvyō jagamāṁ bhalē huṁ ēkalō, nathī jagamāṁ tō huṁ kāṁī ēkalō
rahyā chō prabhu tamē sāthē nē sāthē, rahyō nathī huṁ kāṁī tamārā vinānō
dīdhā sātha jagamāṁ karmōē, rahyō nathī kāṁī huṁ tō karma vinānō
rahyā vicārōnē vicārō sātha dētā, rahyō nathī kāṁī huṁ vicārō vinānō
lāgyō jyārē manē huṁ ēkalō, hatō nā huṁ kāṁī sukhaduḥkha vinānō
saṁjōgōmāṁ gayō jyārē taṇātō, hatō nā tyārē kāṁī bhāna vinānō
tōphānō nē tōphānō ūṭhatāṁ rahyā haiyāmāṁ, rahī nā śakyō dōṣa vinānō
dvaṁdvō nē dvaṁdvōmāṁ rahyō huṁ rācatō, rahī nā śakyō huṁ dvaṁdva vinānō
|
|