1994-05-15
1994-05-15
1994-05-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=777
સુખના સાગરની વચ્ચે ભી તો, તું દુઃખી ને દુઃખી તો રહ્યો

આનંદના સાગરની વચ્ચે રહી, આનંદ તો ના તું લૂંટી શક્યો
જ્ઞાનના છલકાતા સાગર વચ્ચે ભી, તું અજ્ઞાની ને અજ્ઞાની રહ્યો
સમજદારીના સ્વાંગમાં ભી, નાસમજ તો પોષતો ને પોષતો રહ્યો
પુણ્યશાળીના સ્વાંગમાં જગમાં, પાપને તો પોષતો ને પોષતો રહ્યો
પ્રેમ ને પ્રેમભર્યા વર્તનમાં ભી તો, તું વેરને તો ના ભૂલી શક્યો
વેરાગ્યના ભાવો જીવનમાં કેળવી કેળવીને, અહંને તો ના છોડી શક્યો
શંકા ને ડરમાં જીવી જીવીને, જીવનમાં આચરણ શુદ્ધ ના રાખી શક્યો
વિકારો ને વિકારો પોષીને જીવનમાં, વિનિપાતને તો ના રોકી શક્યો
રોકી ના શક્યો જીવનમાં તું આ બધું, મુક્તિનો અધિકારી ના બની શક્યો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sukhanā sāgaranī vaccē bhī tō, tuṁ duḥkhī nē duḥkhī tō rahyō
ānaṁdanā sāgaranī vaccē rahī, ānaṁda tō nā tuṁ lūṁṭī śakyō
jñānanā chalakātā sāgara vaccē bhī, tuṁ ajñānī nē ajñānī rahyō
samajadārīnā svāṁgamāṁ bhī, nāsamaja tō pōṣatō nē pōṣatō rahyō
puṇyaśālīnā svāṁgamāṁ jagamāṁ, pāpanē tō pōṣatō nē pōṣatō rahyō
prēma nē prēmabharyā vartanamāṁ bhī tō, tuṁ vēranē tō nā bhūlī śakyō
vērāgyanā bhāvō jīvanamāṁ kēlavī kēlavīnē, ahaṁnē tō nā chōḍī śakyō
śaṁkā nē ḍaramāṁ jīvī jīvīnē, jīvanamāṁ ācaraṇa śuddha nā rākhī śakyō
vikārō nē vikārō pōṣīnē jīvanamāṁ, vinipātanē tō nā rōkī śakyō
rōkī nā śakyō jīvanamāṁ tuṁ ā badhuṁ, muktinō adhikārī nā banī śakyō
|
|