1994-07-13
1994-07-13
1994-07-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=871
દીવાનો બન્યો છું, દીવાનો બન્યો છું
દીવાનો બન્યો છું, દીવાનો બન્યો છું
તારા પ્રેમમાં તો દીવાનો બન્યો છું, દીવાનો મને એમાં તો તું રહેવા તો દેજે
વિરહની આગમાં તો તારી જલતો રહ્યો છું, પરવાનો એનો મને બનવા તું દેજે
ભક્તિભાવમાં જ્યાં ગુલતાન બન્યો છું, એના ઘેનમાં મને રહેવા તું દેજે
તારા ભાવમાં જ્યાં ડૂબ્યો રહું છું, રસતરબોળ મને એમાં તું બનવા દેજે
તારા વિચારોની મસ્તીમાં મસ્ત રહેવું છે, એ મસ્તીની મસ્તીમાં મને તું રહેવા દેજે
સંસાર ઝેર તો પીતો રહ્યો છું, પચાવવા એને વિશ્વાસના અમૃત પીવા દેજે
ડગલે ને પગલે જીવનમાં કર્મ કરતો રહું છું મારા કર્મને તું વિશુદ્ધ રહેવા દેજે
જીવનમાં જરૂર શક્તિની અનુભવી રહ્યો છું, મારા જીવનમાં શક્તિ તારી ના ખૂટવા દેજે
અંધકાર જીવનમાં અનુભવી રહ્યો છું, જીવનમાં તેજ તારું તું પાથરી દેજે
જીવનમાં સુખની ધારા હું ચાહી રહ્યો છું, ધારા એની એ તારી ના ખૂટવા દેજે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
dīvānō banyō chuṁ, dīvānō banyō chuṁ
tārā prēmamāṁ tō dīvānō banyō chuṁ, dīvānō manē ēmāṁ tō tuṁ rahēvā tō dējē
virahanī āgamāṁ tō tārī jalatō rahyō chuṁ, paravānō ēnō manē banavā tuṁ dējē
bhaktibhāvamāṁ jyāṁ gulatāna banyō chuṁ, ēnā ghēnamāṁ manē rahēvā tuṁ dējē
tārā bhāvamāṁ jyāṁ ḍūbyō rahuṁ chuṁ, rasatarabōla manē ēmāṁ tuṁ banavā dējē
tārā vicārōnī mastīmāṁ masta rahēvuṁ chē, ē mastīnī mastīmāṁ manē tuṁ rahēvā dējē
saṁsāra jhēra tō pītō rahyō chuṁ, pacāvavā ēnē viśvāsanā amr̥ta pīvā dējē
ḍagalē nē pagalē jīvanamāṁ karma karatō rahuṁ chuṁ mārā karmanē tuṁ viśuddha rahēvā dējē
jīvanamāṁ jarūra śaktinī anubhavī rahyō chuṁ, mārā jīvanamāṁ śakti tārī nā khūṭavā dējē
aṁdhakāra jīvanamāṁ anubhavī rahyō chuṁ, jīvanamāṁ tēja tāruṁ tuṁ pātharī dējē
jīvanamāṁ sukhanī dhārā huṁ cāhī rahyō chuṁ, dhārā ēnī ē tārī nā khūṭavā dējē
|
|