Hymn No. 4509 | Date: 19-Jan-1993
જગમાં પ્રભુ વિના બીજું બધું છે ખોટું, નથી એના વિના બીજું કોઈ મોટું
jagamāṁ prabhu vinā bījuṁ badhuṁ chē khōṭuṁ, nathī ēnā vinā bījuṁ kōī mōṭuṁ
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1993-01-19
1993-01-19
1993-01-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=9
જગમાં પ્રભુ વિના બીજું બધું છે ખોટું, નથી એના વિના બીજું કોઈ મોટું
જગમાં પ્રભુ વિના બીજું બધું છે ખોટું, નથી એના વિના બીજું કોઈ મોટું
રચીને ચલાવે જગને તો એક સૂત્રે, નથી હૈયે તો એના, કદી અભિમાન એનું
જગમાં મહાનતાની મહાનતામાં પણ છે, પ્રભુની મહાનતાનું તો એક ઝરણું
પામ્યા જીવનમાં જે એના પ્રેમ ને દયાનું બિંદુ, બની જાય એ અવિસ્મરણીય સંભારણું
દેતા દેતા જગને થાક્યા નથી કદી હાથ એના, જગને દેવાને કદી નથી એ અટક્યું
કરે કોઈ ક્રોધ એના પર, ધિક્કારે કોઈ એને, મન પર કદી એણે નથી એ તો લીધું
કરો યાદ એને કે કરો ના યાદ એને, રહ્યાં છે રક્ષણ કરતા, જગમાં તો એતો સહુનું
કરતા રહે ભૂલો સહુ કોઈ તો જગમાં, કરે પસ્તાવો, માફ કરતા દિલ નથી એનું સંકોચાયું
પ્રેમ ભૂખ્યું હૈયું તો એનું, પ્રેમ અને સાચા ભાવ વિના નથી બીજું કાંઈ તો એ સ્વીકારતું
જગકલ્યાણ ને હિત વિના, નથી એના વિના હૈયે બીજું તો કાંઈ રહેતું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jagamāṁ prabhu vinā bījuṁ badhuṁ chē khōṭuṁ, nathī ēnā vinā bījuṁ kōī mōṭuṁ
racīnē calāvē jaganē tō ēka sūtrē, nathī haiyē tō ēnā, kadī abhimāna ēnuṁ
jagamāṁ mahānatānī mahānatāmāṁ paṇa chē, prabhunī mahānatānuṁ tō ēka jharaṇuṁ
pāmyā jīvanamāṁ jē ēnā prēma nē dayānuṁ biṁdu, banī jāya ē avismaraṇīya saṁbhāraṇuṁ
dētā dētā jaganē thākyā nathī kadī hātha ēnā, jaganē dēvānē kadī nathī ē aṭakyuṁ
karē kōī krōdha ēnā para, dhikkārē kōī ēnē, mana para kadī ēṇē nathī ē tō līdhuṁ
karō yāda ēnē kē karō nā yāda ēnē, rahyāṁ chē rakṣaṇa karatā, jagamāṁ tō ētō sahunuṁ
karatā rahē bhūlō sahu kōī tō jagamāṁ, karē pastāvō, māpha karatā dila nathī ēnuṁ saṁkōcāyuṁ
prēma bhūkhyuṁ haiyuṁ tō ēnuṁ, prēma anē sācā bhāva vinā nathī bījuṁ kāṁī tō ē svīkāratuṁ
jagakalyāṇa nē hita vinā, nathī ēnā vinā haiyē bījuṁ tō kāṁī rahētuṁ
|