Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 5424 | Date: 12-Aug-1994
કહેતો ને કહેતો રહ્યો છું રે જગમાં, સદાયે પ્રભુ
Kahētō nē kahētō rahyō chuṁ rē jagamāṁ, sadāyē prabhu

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 5424 | Date: 12-Aug-1994

કહેતો ને કહેતો રહ્યો છું રે જગમાં, સદાયે પ્રભુ

  No Audio

kahētō nē kahētō rahyō chuṁ rē jagamāṁ, sadāyē prabhu

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1994-08-12 1994-08-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=923 કહેતો ને કહેતો રહ્યો છું રે જગમાં, સદાયે પ્રભુ કહેતો ને કહેતો રહ્યો છું રે જગમાં, સદાયે પ્રભુ,

તારા વિના નથી હું રહી શકતો

લેવાય ના શ્વાસ પળ બે પળ, વ્યાકુળ ત્યાં હું બની ગયો

સમજાયું મને ત્યારે, એના વિના હું નથી ટકી શકતો - તોય તારા...

ખાધું ન ખાધું, દિન બે દિન જીવનમાં તો, જ્યાં ત્યાં હું હચમચી ગયો

સમજાયું મને તો ત્યારે એના વિના, હું તો ટકી શકતો નથી - તોય તારા...

કર્મો ને કર્મો જીવનમાં તો હું કરતો ને કરતો તો રહ્યો

પળ બે પળ એના વિના ના રહી શક્યો, ના એ તને હું સોંપી શક્યો - તોય તારા...

માયાના ભાવો ને ભાવોમાં, જીવનમાં તો હું રાચતો રહ્યો

પળ બે પળ પણ પ્રભુ તારા ભાવમાં ના હું ટકી શક્યો - તોય તારા...

પ્રેમતરસ્યું હૈયું રે મારું, પ્રેમ કાજે તલસતું ને તલસતું રહ્યું

તોય તારા પ્રેમરસમાં જીવનમાં ના હું, એને ડુબાડી શક્યો - તોય તારા...

તારા આધારને જીવનમાં તો હું શોધતો ને શોધતો રહ્યો

માયાના આધારે જીવનમાં તો હું, જીવતો ને જીવતો ગયો - તોય તારા...

દોષો ને દોષોમાં જીવનમાં ડૂબ્યા રહીને, ના દોષ મારા જોઈ શક્યો

તોય જીવનમાં તો તને, દોષમુક્ત રાખી કે ગણી ના શક્યો - તોય તારા...

પ્રસંગે પ્રસંગે જીવનમાં તો હું, સ્થિર તો ના રહી શક્યો

તારી સ્થિરતામાં રે પ્રભુ, મારી સ્થિરતા ના મેળવી શક્યો - તોય તારા...

જોયું જીવનમાં તો ઘણું ઘણું, તોય જીવનમાં તને ના જોઈ શક્યો

જીવનમાં તો તારાં દર્શન વિના, જીવન હું વિતાવતો રહ્યો - તોય તારા...
View Original Increase Font Decrease Font

કહેતો ને કહેતો રહ્યો છું રે જગમાં, સદાયે પ્રભુ,

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

kahētō nē kahētō rahyō chuṁ rē jagamāṁ, sadāyē prabhu,

tārā vinā nathī huṁ rahī śakatō

lēvāya nā śvāsa pala bē pala, vyākula tyāṁ huṁ banī gayō

samajāyuṁ manē tyārē, ēnā vinā huṁ nathī ṭakī śakatō - tōya tārā...

khādhuṁ na khādhuṁ, dina bē dina jīvanamāṁ tō, jyāṁ tyāṁ huṁ hacamacī gayō

samajāyuṁ manē tō tyārē ēnā vinā, huṁ tō ṭakī śakatō nathī - tōya tārā...

karmō nē karmō jīvanamāṁ tō huṁ karatō nē karatō tō rahyō

pala bē pala ēnā vinā nā rahī śakyō, nā ē tanē huṁ sōṁpī śakyō - tōya tārā...

māyānā bhāvō nē bhāvōmāṁ, jīvanamāṁ tō huṁ rācatō rahyō

pala bē pala paṇa prabhu tārā bhāvamāṁ nā huṁ ṭakī śakyō - tōya tārā...

prēmatarasyuṁ haiyuṁ rē māruṁ, prēma kājē talasatuṁ nē talasatuṁ rahyuṁ

tōya tārā prēmarasamāṁ jīvanamāṁ nā huṁ, ēnē ḍubāḍī śakyō - tōya tārā...

tārā ādhāranē jīvanamāṁ tō huṁ śōdhatō nē śōdhatō rahyō

māyānā ādhārē jīvanamāṁ tō huṁ, jīvatō nē jīvatō gayō - tōya tārā...

dōṣō nē dōṣōmāṁ jīvanamāṁ ḍūbyā rahīnē, nā dōṣa mārā jōī śakyō

tōya jīvanamāṁ tō tanē, dōṣamukta rākhī kē gaṇī nā śakyō - tōya tārā...

prasaṁgē prasaṁgē jīvanamāṁ tō huṁ, sthira tō nā rahī śakyō

tārī sthiratāmāṁ rē prabhu, mārī sthiratā nā mēlavī śakyō - tōya tārā...

jōyuṁ jīvanamāṁ tō ghaṇuṁ ghaṇuṁ, tōya jīvanamāṁ tanē nā jōī śakyō

jīvanamāṁ tō tārāṁ darśana vinā, jīvana huṁ vitāvatō rahyō - tōya tārā...
Scan Image

Gujarati Bhajan no. 5424 by Satguru Devendra Ghia - Kaka
First...541954205421...Last