1994-08-27
1994-08-27
1994-08-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=949
હેત વિનાનાં હાલરડાં ને પ્રીત વિનાના રે માંડવડે
હેત વિનાનાં હાલરડાં ને પ્રીત વિનાના રે માંડવડે
એ ગાશો કે જાશો, તો એમાં વળશે રે શું
મન વિનાનાં રે કામો ને ધ્યાન વિનાની રે વાતો
કરવા રહેશો જીવનમાં, એમાં તો વળશે રે શું
સુધારી ના શક્યો જીવન તું તારું, કરી ના શક્યો સહન ભાર એનો
નાખીશ ટોપલો દોષનો અન્ય ઉપર, એમાં તારું વળશે રે શું
પહોંચવું છે મંઝિલે તારે, સમય છે જ્યાં હાથમાં થોડો
કરી કરી ખોટાં રોકાણ વચ્ચે, એમાં તારું વળશે રે શું
ભરી ભરી હૈયામાં ભીરુતા, દેખાવ કર્યાં બહાદુરીના
રાખ્યાં વર્તન આવા જીવનમાં, એમાં તારું વળશે શું
વિકારોની લપસણી ધરતીના લીધા સહારા, લપસ્યા એમાં
ચિત્કાર પાડીને હવે એમાં, એમાં તારું વળશે શું
મોહમાયામાં હૈયાં ડુબાડી રાખ્યાં, પડળ આંખો ઉપર એનાં ચડયાં
વીત્યું જીવન તારું આવું માયામાં, દર્શન પ્રભુનાં ના થતાં, આવા જીવનમાં વળશે શું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hēta vinānāṁ hālaraḍāṁ nē prīta vinānā rē māṁḍavaḍē
ē gāśō kē jāśō, tō ēmāṁ valaśē rē śuṁ
mana vinānāṁ rē kāmō nē dhyāna vinānī rē vātō
karavā rahēśō jīvanamāṁ, ēmāṁ tō valaśē rē śuṁ
sudhārī nā śakyō jīvana tuṁ tāruṁ, karī nā śakyō sahana bhāra ēnō
nākhīśa ṭōpalō dōṣanō anya upara, ēmāṁ tāruṁ valaśē rē śuṁ
pahōṁcavuṁ chē maṁjhilē tārē, samaya chē jyāṁ hāthamāṁ thōḍō
karī karī khōṭāṁ rōkāṇa vaccē, ēmāṁ tāruṁ valaśē rē śuṁ
bharī bharī haiyāmāṁ bhīrutā, dēkhāva karyāṁ bahādurīnā
rākhyāṁ vartana āvā jīvanamāṁ, ēmāṁ tāruṁ valaśē śuṁ
vikārōnī lapasaṇī dharatīnā līdhā sahārā, lapasyā ēmāṁ
citkāra pāḍīnē havē ēmāṁ, ēmāṁ tāruṁ valaśē śuṁ
mōhamāyāmāṁ haiyāṁ ḍubāḍī rākhyāṁ, paḍala āṁkhō upara ēnāṁ caḍayāṁ
vītyuṁ jīvana tāruṁ āvuṁ māyāmāṁ, darśana prabhunāṁ nā thatāṁ, āvā jīvanamāṁ valaśē śuṁ
|
|