કાકા મારા હરેક કાર્યમાં તેમની કૃપા વરસાવતા હતા
by Bhumina Pandya on 01 Jul 2020
"સદગુરુ કાકા ને કોટી કોટી પ્રણામ", 🙏
સદગુરુ કાકા મારા જીવનમાં હર એક વસ્તુનું ધ્યાન રાખે છે. મને ખબર પણ ન હોય ને મને જણાવે છે. મારો દીકરો ઉમંગ કોલેજમાં હતો, એને કોઈ છોકરી સાથે અફેર હશે મને આ વાતની જાણ ન હતી. એક દિવસ મારા સદગુરુ કાકા મારા સપનામાં આવ્યા અને જોરથી બોલ્યા "પ્રેમમાં પડ્યો છે". એ છોકરી એમને યોગ્ય નહીં લાગી હોય ને મને જાણ કરી. પછી મેં ઉમંગ સાથે કોઈ વાતની ચર્ચા કરી નહીં. મેં પ્રાર્થના કરી કે યોગ્ય ન લાગ્યું હોય તો બંધ કરાવી દો, ને મારા સદગુરૂ કાકા ભગવાને આ વસ્તુ પાર પાડી દીધી થોડા ટાઈમ.
પછી ઉમંગે મને આરતી માટે અત્યારે એની વાઈફ છે. એની માટે મને વાત કરી મમ્મી આ છોકરી મને ગમે છે. મેં કહ્યું કે દાદા સદગુરુ કાકા હા પાડશે તો થશે નહિતર નહીં મને પૂરો વિશ્વાસ હતો કે કાકા મને જવાબ આપશે. મેં મારા સદગુરુ કાકા ને પ્રાર્થના કરી કે આ છોકરી તમને યોગ્ય લાગે તો હા પાડજો નહીંતર બંધ કરાવી દ્યો. અને પછી છ મહિના પછી મને સપનામાં આવ્યા ને ખુશીથી બોલ્યા "ગોળ ખા ભલે હમણાં પતલી છે પછી બરાબર થઈ જશે". મને મારો જવાબ મળી ગયો અને, મારી ખુશીનો પાર ન રહ્યો. જીવનની હરેક પળ માં સદગુરુ કાકા ભગવાન મને માર્ગદર્શન આપે છે.
"સદગુરુ કાકા માનો ઘણો ઘણો આભાર"🙏