Hymn No. 4604 | Date: 30-Mar-1993
સુંદરતાને સુંદરતા જગમાં નજરે ચડે રે પ્રભુ, કરી નથી શક્તો કલ્પના, સુંદર તું તો કેવો હશે
suṁdaratānē suṁdaratā jagamāṁ najarē caḍē rē prabhu, karī nathī śaktō kalpanā, suṁdara tuṁ tō kēvō haśē
મા, ભગવાન (Almighty Mother, God)
1993-03-30
1993-03-30
1993-03-30
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=104
સુંદરતાને સુંદરતા જગમાં નજરે ચડે રે પ્રભુ, કરી નથી શક્તો કલ્પના, સુંદર તું તો કેવો હશે
સુંદરતાને સુંદરતા જગમાં નજરે ચડે રે પ્રભુ, કરી નથી શક્તો કલ્પના, સુંદર તું તો કેવો હશે
ભરી શીતળતા ચંદ્રમાં અનોખી રે પ્રભુ, કરી નથી શક્તો કલ્પના,
તારું હૈયું શીતળ કેટલું હશે
સૂર્યપ્રકાશે પથરાયા અનોખા અજવાળાં જગમાં રે પ્રભુ,
કરી નથી શક્તો કલ્પના, તારું તેજ કેવું હશે
ધીર, ગંભીરતા ભરી સાગરમાં તો એવી રે પ્રભુ,
કરી નથી શક્તો કલ્પના, તું ધીર, ગંભીર કેવો હશે
આકાશમાં ભરી વ્યાપક વિશાળતા રે પ્રભુ,
કરી નથી શક્તો કલ્પના, વિશાળતા તારી કેવી હશે
બુદ્ધિશાળી મળે એવા રે જગતમાં રે પ્રભુ,
કરી નથી શક્તો કલ્પના, બુદ્ધિ તારી તો કેવી હશે
વિચારો પર જાગે કદી અફરીનતા રે જગમાં રે પ્રભુ,
કરી નથી શક્તો કલ્પના, વિચારો તારા કેવાં હશે
ભરી કોમળતા ફુલોમાં તેં અનેરી રે પ્રભુ,
કરી નથી શક્તો રે કલ્પના, કોમળ તું કેવો હશે
શક્તિશાળીથી શક્તિશાળી જોયાં જગતમાં રે પ્રભુ,
કરી નથી શક્તો કલ્પના, શક્તિશાળી તું કેવો હશે
દયાવાન ને દયાળુ જોયા રે જગમાં રે પ્રભુ,
કરી નથી શક્તો રે કલ્પના, તારી દયા કેવી હશે
કૃપા અનુભવી સંતો ને `મા' બાપની જગમાં રે પ્રભુ,
કરી નથી શક્તો કલ્પના, તારી કૃપા તો કેવી હશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
suṁdaratānē suṁdaratā jagamāṁ najarē caḍē rē prabhu, karī nathī śaktō kalpanā, suṁdara tuṁ tō kēvō haśē
bharī śītalatā caṁdramāṁ anōkhī rē prabhu, karī nathī śaktō kalpanā,
tāruṁ haiyuṁ śītala kēṭaluṁ haśē
sūryaprakāśē patharāyā anōkhā ajavālāṁ jagamāṁ rē prabhu,
karī nathī śaktō kalpanā, tāruṁ tēja kēvuṁ haśē
dhīra, gaṁbhīratā bharī sāgaramāṁ tō ēvī rē prabhu,
karī nathī śaktō kalpanā, tuṁ dhīra, gaṁbhīra kēvō haśē
ākāśamāṁ bharī vyāpaka viśālatā rē prabhu,
karī nathī śaktō kalpanā, viśālatā tārī kēvī haśē
buddhiśālī malē ēvā rē jagatamāṁ rē prabhu,
karī nathī śaktō kalpanā, buddhi tārī tō kēvī haśē
vicārō para jāgē kadī apharīnatā rē jagamāṁ rē prabhu,
karī nathī śaktō kalpanā, vicārō tārā kēvāṁ haśē
bharī kōmalatā phulōmāṁ tēṁ anērī rē prabhu,
karī nathī śaktō rē kalpanā, kōmala tuṁ kēvō haśē
śaktiśālīthī śaktiśālī jōyāṁ jagatamāṁ rē prabhu,
karī nathī śaktō kalpanā, śaktiśālī tuṁ kēvō haśē
dayāvāna nē dayālu jōyā rē jagamāṁ rē prabhu,
karī nathī śaktō rē kalpanā, tārī dayā kēvī haśē
kr̥pā anubhavī saṁtō nē `mā' bāpanī jagamāṁ rē prabhu,
karī nathī śaktō kalpanā, tārī kr̥pā tō kēvī haśē
|