1986-12-04
1986-12-04
1986-12-04
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=11628
મંદિરે, મંદિરે પૂજાતી રહી મૂર્તિ તારી
મંદિરે, મંદિરે પૂજાતી રહી મૂર્તિ તારી
હૈયે, હૈયે પુકારી રહ્યો છે તુજને માનવી - મંદિરે...
લાખો કરતા યત્નો, કદી એક ના શકે તને જાણી
રહેતી સદા પાસે, તોય તું તો ના દેખાતી - મંદિરે...
કરી સંકલ્પ તેં તો રચી છે આ સૃષ્ટિ
હરેક જીવને રહી છે, તું તો કર્મોથી બાંધી - મંદિરે...
અલ્પ એવા માનવીમાં, વિલસે છે શક્તિ તારી
સકળ સૃષ્ટિમાં રહી છે તારી માયા લલચાવી - મંદિરે...
સૃષ્ટિમાં સદા રહી સહુથી કરામત તારી અજાણી
નિરાકાર છે તું તોય સાકારમાં પણ સમાઈ - મંદિરે...
રૂપે રૂપે ભિન્નતા દીસે, તોય તું તો એક જ છે માડી
અણુ અણુમાં વિલસી રહી છે સદા શક્તિ તારી - મંદિરે...
નથી નાના કે મોટાનો ભેદ તુજ પાસે તો માડી
તોય તારી સૃષ્ટિ તો રહી છે ભેદમાં વેંચાઇ - મંદિરે ...
છે તું તો સતસ્વરૂપ, તોય સૃષ્ટિ રહી છે અસત્યથી ખરડાઈ
તું તો છે આનંદસ્વરૂપ, તોય દુઃખમાં રહી છે ઊભરાઈ - મંદિરે...
જ્ઞાન તો તારી સૃષ્ટિમાં, રહી છે સૃષ્ટિને સમજાવી
જ્ઞાન તો છે એજ સાચું, જે રહે તુજને તો બતાવી - મંદિરે...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
મંદિરે, મંદિરે પૂજાતી રહી મૂર્તિ તારી
હૈયે, હૈયે પુકારી રહ્યો છે તુજને માનવી - મંદિરે...
લાખો કરતા યત્નો, કદી એક ના શકે તને જાણી
રહેતી સદા પાસે, તોય તું તો ના દેખાતી - મંદિરે...
કરી સંકલ્પ તેં તો રચી છે આ સૃષ્ટિ
હરેક જીવને રહી છે, તું તો કર્મોથી બાંધી - મંદિરે...
અલ્પ એવા માનવીમાં, વિલસે છે શક્તિ તારી
સકળ સૃષ્ટિમાં રહી છે તારી માયા લલચાવી - મંદિરે...
સૃષ્ટિમાં સદા રહી સહુથી કરામત તારી અજાણી
નિરાકાર છે તું તોય સાકારમાં પણ સમાઈ - મંદિરે...
રૂપે રૂપે ભિન્નતા દીસે, તોય તું તો એક જ છે માડી
અણુ અણુમાં વિલસી રહી છે સદા શક્તિ તારી - મંદિરે...
નથી નાના કે મોટાનો ભેદ તુજ પાસે તો માડી
તોય તારી સૃષ્ટિ તો રહી છે ભેદમાં વેંચાઇ - મંદિરે ...
છે તું તો સતસ્વરૂપ, તોય સૃષ્ટિ રહી છે અસત્યથી ખરડાઈ
તું તો છે આનંદસ્વરૂપ, તોય દુઃખમાં રહી છે ઊભરાઈ - મંદિરે...
જ્ઞાન તો તારી સૃષ્ટિમાં, રહી છે સૃષ્ટિને સમજાવી
જ્ઞાન તો છે એજ સાચું, જે રહે તુજને તો બતાવી - મંદિરે...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
maṁdirē, maṁdirē pūjātī rahī mūrti tārī
haiyē, haiyē pukārī rahyō chē tujanē mānavī - maṁdirē...
lākhō karatā yatnō, kadī ēka nā śakē tanē jāṇī
rahētī sadā pāsē, tōya tuṁ tō nā dēkhātī - maṁdirē...
karī saṁkalpa tēṁ tō racī chē ā sr̥ṣṭi
harēka jīvanē rahī chē, tuṁ tō karmōthī bāṁdhī - maṁdirē...
alpa ēvā mānavīmāṁ, vilasē chē śakti tārī
sakala sr̥ṣṭimāṁ rahī chē tārī māyā lalacāvī - maṁdirē...
sr̥ṣṭimāṁ sadā rahī sahuthī karāmata tārī ajāṇī
nirākāra chē tuṁ tōya sākāramāṁ paṇa samāī - maṁdirē...
rūpē rūpē bhinnatā dīsē, tōya tuṁ tō ēka ja chē māḍī
aṇu aṇumāṁ vilasī rahī chē sadā śakti tārī - maṁdirē...
nathī nānā kē mōṭānō bhēda tuja pāsē tō māḍī
tōya tārī sr̥ṣṭi tō rahī chē bhēdamāṁ vēṁcāi - maṁdirē ...
chē tuṁ tō satasvarūpa, tōya sr̥ṣṭi rahī chē asatyathī kharaḍāī
tuṁ tō chē ānaṁdasvarūpa, tōya duḥkhamāṁ rahī chē ūbharāī - maṁdirē...
jñāna tō tārī sr̥ṣṭimāṁ, rahī chē sr̥ṣṭinē samajāvī
jñāna tō chē ēja sācuṁ, jē rahē tujanē tō batāvī - maṁdirē...
English Explanation |
|
In this one more devotional, Gujarati bhajan,
He is saying...
Idol of Divine Mother is worshipped in temples after temples, many are calling for her with full devotion, many efforts are made to come near you, O Mother, but no one has ever known you. Staying always close , still no one can see you.
With conceit of yours, this world is created by you, and you bounded every being in their karmas( actions).
You are the power and energy of a trivial man, and illusion is the source of temptation in this whole world.
In this world, the work of yours is famously unknown.
You are the formless, still embraced a form, with so many different form, still you are only one O Mother.
Every atom is surviving on your energy.
With no discrimination of any sort in you, still your world is divided in discrimination.
You are the form of truth, still this world is suffering from unreal.
You are the form of joy, still sorrow is overflowing in this world.
Knowledge about you, this world needs to understand,
The knowledge which understands you is the true knowledge.
Kaka is talking about mysterious, contrasting existence of Divine Mother. He is introspecting that Divine, you created this world, then why did you bind everyone in their karmas, you are omnipresent then why no can see you even when you are near, you are formless, with many forms leading to only one, you are pure and perfect then why this world is full of imperfections...
|