Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6118 | Date: 16-Jan-1996
જીવતું નથી કોઈ કોઈના કાજે, જીવે છે સહુ, સહુના સ્વાર્થને સુખના કાજે
Jīvatuṁ nathī kōī kōīnā kājē, jīvē chē sahu, sahunā svārthanē sukhanā kājē

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

Hymn No. 6118 | Date: 16-Jan-1996

જીવતું નથી કોઈ કોઈના કાજે, જીવે છે સહુ, સહુના સ્વાર્થને સુખના કાજે

  No Audio

jīvatuṁ nathī kōī kōīnā kājē, jīvē chē sahu, sahunā svārthanē sukhanā kājē

વિકાર, માયા, દંભ (Vikaar, Illusion, Hypocrisy)

1996-01-16 1996-01-16 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12107 જીવતું નથી કોઈ કોઈના કાજે, જીવે છે સહુ, સહુના સ્વાર્થને સુખના કાજે જીવતું નથી કોઈ કોઈના કાજે, જીવે છે સહુ, સહુના સ્વાર્થને સુખના કાજે

શ્વાસો પણ ભર્યા છે સ્વાર્થથી સહુના, છોડે ના શ્વાસો પણ સ્વાર્થ વિના

દિન બનાવે ભલે સ્વાર્થ પણ સહુને, છોડે ના તોયે જીવનમાં સ્વાર્થને

મળે દુઃખ દર્દ ભલે બદલામાં, રહી ના શકે જીવનમાં તોયે સ્વાર્થ વિના

માપે સહુને સૌ સંબંધોને સ્વાર્થથી, ટકે ના સંબંધો પણ સ્વાર્થ વિના

જુએ સુખ પણ સહુ સ્વાર્થમાં, કરે ના કલ્પના સુખની પણ સ્વાર્થ વિના

રહ્યાં સાથે સહુ સ્વાર્થમાં સગા, ટકે ના કોઈ સગપણ પણ સ્વાર્થ વિના

વાળ્યો ભલે દાટ તો સ્વાર્થે, ચાલશે ના આ જગ પણ સ્વાર્થ વિના

સર્જ્યા યુદ્ધો પણ ભલે સ્વાર્થે, વેર પણ ભુલાય ના સ્વાર્થ વિના

સ્વાર્થના સિલસિલા ચાલે જગમાં, ભજે ના પ્રભુને પણ સ્વાર્થ વિના
View Original Increase Font Decrease Font

જીવતું નથી કોઈ કોઈના કાજે, જીવે છે સહુ, સહુના સ્વાર્થને સુખના કાજે

શ્વાસો પણ ભર્યા છે સ્વાર્થથી સહુના, છોડે ના શ્વાસો પણ સ્વાર્થ વિના

દિન બનાવે ભલે સ્વાર્થ પણ સહુને, છોડે ના તોયે જીવનમાં સ્વાર્થને

મળે દુઃખ દર્દ ભલે બદલામાં, રહી ના શકે જીવનમાં તોયે સ્વાર્થ વિના

માપે સહુને સૌ સંબંધોને સ્વાર્થથી, ટકે ના સંબંધો પણ સ્વાર્થ વિના

જુએ સુખ પણ સહુ સ્વાર્થમાં, કરે ના કલ્પના સુખની પણ સ્વાર્થ વિના

રહ્યાં સાથે સહુ સ્વાર્થમાં સગા, ટકે ના કોઈ સગપણ પણ સ્વાર્થ વિના

વાળ્યો ભલે દાટ તો સ્વાર્થે, ચાલશે ના આ જગ પણ સ્વાર્થ વિના

સર્જ્યા યુદ્ધો પણ ભલે સ્વાર્થે, વેર પણ ભુલાય ના સ્વાર્થ વિના

સ્વાર્થના સિલસિલા ચાલે જગમાં, ભજે ના પ્રભુને પણ સ્વાર્થ વિના

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jīvatuṁ nathī kōī kōīnā kājē, jīvē chē sahu, sahunā svārthanē sukhanā kājē

śvāsō paṇa bharyā chē svārthathī sahunā, chōḍē nā śvāsō paṇa svārtha vinā

dina banāvē bhalē svārtha paṇa sahunē, chōḍē nā tōyē jīvanamāṁ svārthanē

malē duḥkha darda bhalē badalāmāṁ, rahī nā śakē jīvanamāṁ tōyē svārtha vinā

māpē sahunē sau saṁbaṁdhōnē svārthathī, ṭakē nā saṁbaṁdhō paṇa svārtha vinā

juē sukha paṇa sahu svārthamāṁ, karē nā kalpanā sukhanī paṇa svārtha vinā

rahyāṁ sāthē sahu svārthamāṁ sagā, ṭakē nā kōī sagapaṇa paṇa svārtha vinā

vālyō bhalē dāṭa tō svārthē, cālaśē nā ā jaga paṇa svārtha vinā

sarjyā yuddhō paṇa bhalē svārthē, vēra paṇa bhulāya nā svārtha vinā

svārthanā silasilā cālē jagamāṁ, bhajē nā prabhunē paṇa svārtha vinā
Scan Image

Gujarati Bhajan no. 6118 by Satguru Devendra Ghia - Kaka
First...611561166117...Last