Hymn No. 6259 | Date: 15-May-1996
તું ટીપતો જા, તું ટીપતો જા, તું ટીપતો જા (2)દેવાને ઘાટ તો, મનડાંને તો તારા-તું...
tuṁ ṭīpatō jā, tuṁ ṭīpatō jā, tuṁ ṭīpatō jā (2)dēvānē ghāṭa tō, manaḍāṁnē tō tārā-tuṁ
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1996-05-15
1996-05-15
1996-05-15
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12248
તું ટીપતો જા, તું ટીપતો જા, તું ટીપતો જા (2)દેવાને ઘાટ તો, મનડાંને તો તારા-તું...
તું ટીપતો જા, તું ટીપતો જા, તું ટીપતો જા (2)દેવાને ઘાટ તો, મનડાંને તો તારા-તું...
એક એક હથોડા તો તારા વિચારોના તારા મન પર એને તું ઝીંકતો જા
લાગણીના પ્રવાહમાં, કરીને નરમ એને થોડું તો તું કરતો જા
ઘાટ દઈ દઈને મજબૂત એવા, મજબૂત મનની ઇમારત ઊભી તું કરતો જા
ખેલ ખેલશે અદ્દભુત એ તો એવા, દેવો ઘાટ એનો એમાં તું ભૂલતો ના
નાકે દમ લાવી દેશે એ તો, મહેનત ઉપર પાણી ફેરવવા એને તું દેતો ના
ટીપી ટીપી, બનાવી દેજે એને સુંદર સાથી તારો, કરવું એ તો તું ચૂક્તો ના
આવી આવી, જાશે છટકી હાથમાંથી તારા, ખાસિયત એની આ તું ભૂલતો ના
રહેશે એ ફરતોને ફરતો, બનશે મુશ્કેલ એમાં એને પકડવો ગાફેલ એમાં તું રહેતો ના
ગણી ગણી મુશ્કેલ એને, ઘડવો ઘાટ એનો રે તું, છોડતો ના
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tuṁ ṭīpatō jā, tuṁ ṭīpatō jā, tuṁ ṭīpatō jā (2)dēvānē ghāṭa tō, manaḍāṁnē tō tārā-tuṁ...
ēka ēka hathōḍā tō tārā vicārōnā tārā mana para ēnē tuṁ jhīṁkatō jā
lāgaṇīnā pravāhamāṁ, karīnē narama ēnē thōḍuṁ tō tuṁ karatō jā
ghāṭa daī daīnē majabūta ēvā, majabūta mananī imārata ūbhī tuṁ karatō jā
khēla khēlaśē addabhuta ē tō ēvā, dēvō ghāṭa ēnō ēmāṁ tuṁ bhūlatō nā
nākē dama lāvī dēśē ē tō, mahēnata upara pāṇī phēravavā ēnē tuṁ dētō nā
ṭīpī ṭīpī, banāvī dējē ēnē suṁdara sāthī tārō, karavuṁ ē tō tuṁ cūktō nā
āvī āvī, jāśē chaṭakī hāthamāṁthī tārā, khāsiyata ēnī ā tuṁ bhūlatō nā
rahēśē ē pharatōnē pharatō, banaśē muśkēla ēmāṁ ēnē pakaḍavō gāphēla ēmāṁ tuṁ rahētō nā
gaṇī gaṇī muśkēla ēnē, ghaḍavō ghāṭa ēnō rē tuṁ, chōḍatō nā
|