1996-07-19
1996-07-19
1996-07-19
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12306
બંધનોમાં જાગ્યો રે જેને રે પ્રેમ, એને માટે તો મુક્તિ નથી

ખટકશે હૈયેથી બંધનો જેને, મુક્ત થયા વિના એ રહેતા નથી
બંધન અને મુક્તિ છે બે છેડા, એક છેડો છોડયા વિના બીજો મળતો નથી
પુરુષાર્થ ને આળસ, જીવનમાં જેમ એ બે સાથે કદી તો રહેતા નથી
રહેવું છે મુક્ત જીવનમાં તો જેણે, કોઈ લાચારી જીવનમાં એ સ્વીકારતો નથી
સત્યવાદી જીવનમાં અન્યાય સામે, કદી ચૂપ રહી તો શક્તો નથી
ક્રાંતિકારી જીવનમાં કદી, સંજોગોની સામે તો ઝૂકી જવાનો નથી
હારજિતમાં નથી કોઈ આનંદ, સુખમાં આનંદ વિના બીજું કાંઈ તો હોતું નથી
માતપિતાના ઠપકામાં પણ, પ્યાર વિના બીજું તો હોતું નથી
આપી ના શકે ક્ષમા કે માફી જીવનમાં, મોટાને લાયક એ રહેતા નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
baṁdhanōmāṁ jāgyō rē jēnē rē prēma, ēnē māṭē tō mukti nathī
khaṭakaśē haiyēthī baṁdhanō jēnē, mukta thayā vinā ē rahētā nathī
baṁdhana anē mukti chē bē chēḍā, ēka chēḍō chōḍayā vinā bījō malatō nathī
puruṣārtha nē ālasa, jīvanamāṁ jēma ē bē sāthē kadī tō rahētā nathī
rahēvuṁ chē mukta jīvanamāṁ tō jēṇē, kōī lācārī jīvanamāṁ ē svīkāratō nathī
satyavādī jīvanamāṁ anyāya sāmē, kadī cūpa rahī tō śaktō nathī
krāṁtikārī jīvanamāṁ kadī, saṁjōgōnī sāmē tō jhūkī javānō nathī
hārajitamāṁ nathī kōī ānaṁda, sukhamāṁ ānaṁda vinā bījuṁ kāṁī tō hōtuṁ nathī
mātapitānā ṭhapakāmāṁ paṇa, pyāra vinā bījuṁ tō hōtuṁ nathī
āpī nā śakē kṣamā kē māphī jīvanamāṁ, mōṭānē lāyaka ē rahētā nathī
|
|