Hymn No. 6328 | Date: 28-Jul-1996
કુદરતમાં તો ભર્યા ભર્યા છે ઇશારા પ્રભુના, મળે તો એને, જે ઇશારા એના સમજે
kudaratamāṁ tō bharyā bharyā chē iśārā prabhunā, malē tō ēnē, jē iśārā ēnā samajē
પ્રકૃતિ, લીલા (Nature, Gods play)
1996-07-28
1996-07-28
1996-07-28
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12317
કુદરતમાં તો ભર્યા ભર્યા છે ઇશારા પ્રભુના, મળે તો એને, જે ઇશારા એના સમજે
કુદરતમાં તો ભર્યા ભર્યા છે ઇશારા પ્રભુના, મળે તો એને, જે ઇશારા એના સમજે
રગેરગમાં ઇશારા એના તો જો ભરે, ઉલ્લાસમય જીવન એનું તો રહે
ઝાડપાનના પાંદડા તો ઝૂમે, અંતર એનું તો બોલે, પ્રભુ અમારાથી તો સદા મહાલે
વન વગડાના પક્ષીઓ કરી કિલકિલાટ તો કહે, પ્રભુ અમારામાં તો સદા રમે
ખળખળ વહેતી નદીઓના ખળખળાટ તો કહે, પ્રભુ અમારામાં તો તન્મયતા સાધે
તારલિયા ટમટમી તો કરે ઇશારા, પ્રભુ સદા અમારામાં તો ચમકે
વાઘ સિંહ પાડી ત્રાડો તો બોલે, અમારી વિકરાળતામાં પ્રભુ સદા વિફરે
પહાડોની ઉત્તુંગતા તો સદા સ્મરણ આપે, અડગતા, સ્થિરતા, મસ્તક સદા ઊંચું રાખે
ઊછળી ઊછળી જગને સમુદ્ર તો સદા કહે, અમારા હૈયાંમાં પ્રેમ તો સદા ઊછળે
ઊઠતી વાયુની લહેરીઓ જગને તો કહે, ગતિશીલતાથી તો જીવન ટકે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kudaratamāṁ tō bharyā bharyā chē iśārā prabhunā, malē tō ēnē, jē iśārā ēnā samajē
ragēragamāṁ iśārā ēnā tō jō bharē, ullāsamaya jīvana ēnuṁ tō rahē
jhāḍapānanā pāṁdaḍā tō jhūmē, aṁtara ēnuṁ tō bōlē, prabhu amārāthī tō sadā mahālē
vana vagaḍānā pakṣīō karī kilakilāṭa tō kahē, prabhu amārāmāṁ tō sadā ramē
khalakhala vahētī nadīōnā khalakhalāṭa tō kahē, prabhu amārāmāṁ tō tanmayatā sādhē
tāraliyā ṭamaṭamī tō karē iśārā, prabhu sadā amārāmāṁ tō camakē
vāgha siṁha pāḍī trāḍō tō bōlē, amārī vikarālatāmāṁ prabhu sadā vipharē
pahāḍōnī uttuṁgatā tō sadā smaraṇa āpē, aḍagatā, sthiratā, mastaka sadā ūṁcuṁ rākhē
ūchalī ūchalī jaganē samudra tō sadā kahē, amārā haiyāṁmāṁ prēma tō sadā ūchalē
ūṭhatī vāyunī lahērīō jaganē tō kahē, gatiśīlatāthī tō jīvana ṭakē
|