|
View Original |
|
આજ મોહનની મુરલી શું બોલે (2), સિધ્ધમા માવડી આજ ગરબે રમે
રાધાની ઝાંઝરી તો આજ, શું બોલે (2) સિધ્ધમા માવડી આજ રંગે રમે
ગોપ ગોપીઓના પગના તાલ શું બોલે (2) સિધ્ધમા માવડી આજ રાસે રમે
વ્રજના નર નારીના ઉમંગ આજ શું બોલે (2) સિધ્ધમા માવડી આજ ઉમંગે રમે
ગોકુળની ગોવાલણોના રૂમઝૂમ પગલાં શું બોલે (2) સિધ્ધમા માવડી આજ રાસે ઘૂમે
દેવ દેવીઓ આવી તાલે રમે એ તો શું બોલે (2) સિધ્ધમા માવડી આજ રાસે રમે
મસ્ત બની નારદ ગાતા ગાતા શું બોલે (2) સિધ્ધમા માવડી આજ રંગે રમે
ગંધર્વો ઉમંગે ઊછળી ઊછળી આજ શું બોલે (2) સિધ્ધમાં માવડી આજ ગરબે રમે
સિદ્ધ પુરુષોને તપસ્વી તપ તપી આજ શું બોલે (2) સિધ્ધમા માવડી આજ રાસે રમે
ભક્તજનો ઉમંગથી નાચી કૂદી આજ શું બોલે (2) સિધ્ધમાં માવડી આજ રંગે રમે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)