Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6416 | Date: 12-Oct-1996
કર્યા દર્શન તારા તો મંદિરોમાં, જપ્યા જાપ જીવનમાં પ્રભુ મેં તો તારા
Karyā darśana tārā tō maṁdirōmāṁ, japyā jāpa jīvanamāṁ prabhu mēṁ tō tārā

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 6416 | Date: 12-Oct-1996

કર્યા દર્શન તારા તો મંદિરોમાં, જપ્યા જાપ જીવનમાં પ્રભુ મેં તો તારા

  No Audio

karyā darśana tārā tō maṁdirōmāṁ, japyā jāpa jīvanamāṁ prabhu mēṁ tō tārā

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1996-10-12 1996-10-12 https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12405 કર્યા દર્શન તારા તો મંદિરોમાં, જપ્યા જાપ જીવનમાં પ્રભુ મેં તો તારા કર્યા દર્શન તારા તો મંદિરોમાં, જપ્યા જાપ જીવનમાં પ્રભુ મેં તો તારા

પ્રભુ તોયે તારા ભાવમાં, હૈયું મારું કેમ ના ભીનું થયું

ચૂક્યો એમાં હું ક્યાંને ક્યાં, જીવનમાં ના મને એ તો સમજાયું

રોજ વિધિ આ હું રહ્યો કરતો, કેમ હૈયાંમાં તારા આ ન વસ્યું

કર્યું મેં શું, આ જનમ પહેલાં, ના એમાંનુ કાંઈ હું તો જાણું

રહી ગયો તારા દર્શન વિનાનો, શું નથી એ તારી નોંધણીમાં નોંધાયું

પ્રેમ ભૂખ્યું છે હૈયું તો મારું, નિત્ય ઝંખે પ્રેમ તારો, હૈયું તો મારું

હશે હૈયાંના ભાવ ભલે જુદા, જીવનમાં સંકળાયેલું છે, સુખદુઃખનું ઝરણું

સુખદુઃખમાં થાય હૈયું તો ભીનું, તારા દર્શનમાં કેમ ના એ ભીનું થયું

દુઃખ દર્દ ટકે ના દર્શનથી તારા, તારા દર્શનનું સુખ તોયે ના મળ્યું

પહોંચી વિધિ મારી પાસે તારી, કાંઈ ના હું એ તો જાણું

રહ્યો છું હું તો હજી એવો ને એવો, હૈયું મારું હજી કેમ ભીનું ના થયું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karyā darśana tārā tō maṁdirōmāṁ, japyā jāpa jīvanamāṁ prabhu mēṁ tō tārā

prabhu tōyē tārā bhāvamāṁ, haiyuṁ māruṁ kēma nā bhīnuṁ thayuṁ

cūkyō ēmāṁ huṁ kyāṁnē kyāṁ, jīvanamāṁ nā manē ē tō samajāyuṁ

rōja vidhi ā huṁ rahyō karatō, kēma haiyāṁmāṁ tārā ā na vasyuṁ

karyuṁ mēṁ śuṁ, ā janama pahēlāṁ, nā ēmāṁnu kāṁī huṁ tō jāṇuṁ

rahī gayō tārā darśana vinānō, śuṁ nathī ē tārī nōṁdhaṇīmāṁ nōṁdhāyuṁ

prēma bhūkhyuṁ chē haiyuṁ tō māruṁ, nitya jhaṁkhē prēma tārō, haiyuṁ tō māruṁ

haśē haiyāṁnā bhāva bhalē judā, jīvanamāṁ saṁkalāyēluṁ chē, sukhaduḥkhanuṁ jharaṇuṁ

sukhaduḥkhamāṁ thāya haiyuṁ tō bhīnuṁ, tārā darśanamāṁ kēma nā ē bhīnuṁ thayuṁ

duḥkha darda ṭakē nā darśanathī tārā, tārā darśananuṁ sukha tōyē nā malyuṁ

pahōṁcī vidhi mārī pāsē tārī, kāṁī nā huṁ ē tō jāṇuṁ

rahyō chuṁ huṁ tō hajī ēvō nē ēvō, haiyuṁ māruṁ hajī kēma bhīnuṁ nā thayuṁ
Scan Image

Gujarati Bhajan no. 6416 by Satguru Devendra Ghia - Kaka
First...641264136414...Last