1996-11-27
1996-11-27
1996-11-27
https://www.kakabhajans.org/Bhajan/default.aspx?id=12471
સુખ દુઃખ જીવનમાં આશરા વિના ટકતું નથી, એના વિના પાંગરતું નથી

થાશે મહેલ દુઃખનો તો ઊભો, પાયાના આશરા વિના તો એ ઊભો થઈ શક્તો નથી
સુખ પણ શોધે છે એના મહેલના પાયા, એના વિના એ પણ ઊભો રહેવાનો નથી
સુખ દુઃખ તો છે બંને વિરોધી, બંને સાથેને સાથે રહી શક્તા નથી
લાગ્યું સુખ કદી એકમાં જીવનમાં, એજ દુઃખનું કારણ બન્યા વિના રહેતું નથી
કોઈ તો ટક્યું લાંબુ કદી, કોઈ ટક્યું તો થોડું, એક કે બીજું આવ્યા વિના રહ્યું નથી
છે બંને જીવનના અંગ સમા, એકની હાજરીમાં બીજું ત્યાં રહી શકતું નથી
છે બંનેની પસંદગી તો માનવીના હાથમાં, પસંદગી તોયે યોગ્ય એ કરતો નથી
એકમાં તો રહ્યો છે ફરિયાદ સદા કરતો, બીજામાં તો યાદ બીજું કાંઈ આવતું નથી
જિંદગીમાં આવે કોઈ એક વહેલું કે મોડું, બંને વારાફરતી આવ્યા વિના રહેતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sukha duḥkha jīvanamāṁ āśarā vinā ṭakatuṁ nathī, ēnā vinā pāṁgaratuṁ nathī
thāśē mahēla duḥkhanō tō ūbhō, pāyānā āśarā vinā tō ē ūbhō thaī śaktō nathī
sukha paṇa śōdhē chē ēnā mahēlanā pāyā, ēnā vinā ē paṇa ūbhō rahēvānō nathī
sukha duḥkha tō chē baṁnē virōdhī, baṁnē sāthēnē sāthē rahī śaktā nathī
lāgyuṁ sukha kadī ēkamāṁ jīvanamāṁ, ēja duḥkhanuṁ kāraṇa banyā vinā rahētuṁ nathī
kōī tō ṭakyuṁ lāṁbu kadī, kōī ṭakyuṁ tō thōḍuṁ, ēka kē bījuṁ āvyā vinā rahyuṁ nathī
chē baṁnē jīvananā aṁga samā, ēkanī hājarīmāṁ bījuṁ tyāṁ rahī śakatuṁ nathī
chē baṁnēnī pasaṁdagī tō mānavīnā hāthamāṁ, pasaṁdagī tōyē yōgya ē karatō nathī
ēkamāṁ tō rahyō chē phariyāda sadā karatō, bījāmāṁ tō yāda bījuṁ kāṁī āvatuṁ nathī
jiṁdagīmāṁ āvē kōī ēka vahēluṁ kē mōḍuṁ, baṁnē vārāpharatī āvyā vinā rahētuṁ nathī
|
|